શોધખોળ કરો
ફેસબુકમાં આવ્યુ નવુ ફિચર, લૉકડાઉનમાં થશે આ રીતે ફાયદો
ફેસબુક મોબાઇલ એપવમાં એક નવુ ફિચર આપવામાં આવી રહ્યું છે, સોશ્યલ મીડિયા કંપનીએ પોતાની મેન એપ માટે એક નવુ ફિચર Quiet Mode રિલીઝ કર્યુ છે
![ફેસબુકમાં આવ્યુ નવુ ફિચર, લૉકડાઉનમાં થશે આ રીતે ફાયદો facebook launched new quiet mode feature ફેસબુકમાં આવ્યુ નવુ ફિચર, લૉકડાઉનમાં થશે આ રીતે ફાયદો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/15044930/facebook.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લૉકડાઉનમાં મોટાભાગના લોકો ઘરમાં પુરાઇને બેસ્યા છે. આવામાં ફેસબુક એક એવુ ફિચર લઇને આવ્યુ છે જે યૂઝર્સને લૉકડાઉનમાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જે લોકો ફેસબુક યૂઝ વધારે કરે છે તેમના માટે આ ફિચર ખુબ કામનુ છે.
ફેસબુક મોબાઇલ એપવમાં એક નવુ ફિચર આપવામાં આવી રહ્યું છે, સોશ્યલ મીડિયા કંપનીએ પોતાની મેન એપ માટે એક નવુ ફિચર Quiet Mode રિલીઝ કર્યુ છે.
આનાથી પુશ નૉટિફિકેશનને પૉઝ કરી શકાશે, અત્યાર મ્યૂઝ પુશ નૉટિફિકેશનનુ ફિચર છે જેને સેટિંગ્સથી એનેબલ કરવાનુ હોય છે, અને નવુ ફિચર આનાથી અલગ છે.
નવુ Quiet Mode ફિચર ફેસબુકની મેન એપમાં Your Time One Facebook ની અંદર મળશે, જેને કંપનીએ 2018માં શરૂ કર્યુ હતુ. અહીંથી તમને ખબર પડશે કે જેટલો સમય ફેસબુક વિતાવો છો, એટલુ જ નહીં, અહીંથી તમે ફેસબુક યૂઝ કરવા માટે લિમીટ પણ લગાવી શકો છો.
ફેસબુક અનુસાર જો તમે ઇચ્છો તો Quiet Modeને જાતે જ ઓન કે ઓફ કરી શકો છો, કે પછી તમે શિડ્યૂલ પણ કરી શકો છો, જેથી સમય પર આ જાતે જ એક્ટિવ થઇ જશે.
ફેસબુક Quiet Mode ફિચર એનેબલ કરવા માટે તમારે ફેસબુક એપના સેટિંગ્સમાં જવુ પડશે, ખરેખમાં આ ફિચરને કંપનીએ ટાઇમ સ્પેન્ડની કેટેગરીમાં જ રાખ્યુ છે. આ રીતે આ ફિચર આઇફોનમાં પણ આપવામાં આવે છે, જેને સ્ક્રીન ટાઇમ કહેવામાં આવે છે.
![ફેસબુકમાં આવ્યુ નવુ ફિચર, લૉકડાઉનમાં થશે આ રીતે ફાયદો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/10201842/FB-01-300x275.jpg)
![ફેસબુકમાં આવ્યુ નવુ ફિચર, લૉકડાઉનમાં થશે આ રીતે ફાયદો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/15044930/facebook-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)