શોધખોળ કરો
ફેસ્ટિવલ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 7000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો વિગતે
ફ્લિપકાર્ટ પર ફરી એકવાર દિવાળી સેલની શરૂઆત થઇ ચૂકી છે. આ સેલમાં કેટલીય કંપનીઓના સ્માર્ટફોન તમે સસ્તી કિંમતે ખરીદી શકો છો. આવો જાણો ફ્લિપકાર્ટના આ સેલમાં કયા સ્માર્ટફોન પર કેટલુ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝનમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સેલ શરૂ થઇ ગયો છે. વળી ફ્લિપકાર્ટ પર ફરી એકવાર દિવાળી સેલની શરૂઆત થઇ ચૂકી છે. આ સેલમાં કેટલીય કંપનીઓના સ્માર્ટફોન તમે સસ્તી કિંમતે ખરીદી શકો છો. આવો જાણો ફ્લિપકાર્ટના આ સેલમાં કયા સ્માર્ટફોન પર કેટલુ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ.
આના પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં તમે realme C12 8,999માં ખરીદી શકો છો. વળી C11 ને 6,999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. આ ઉપરાંત C15 ને 8,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. સાથે Oppo Reno 2Fને ફ્લિપકાર્ટ સેલમાં 16,990 રૂપિયામાં ખરીદી શકો છો.
આ સ્માર્ટફોન પર પણ મળી રહી છે છૂટ
બિગ દિવાળી સેલમાં Realme Narzo 20 Proને તમે 12,599 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. આ ઉપરાંત POCO C3 7,499 રૂપિયામાં ખરીદી શકો છો. વળી, Motorola One Fusion plusને પણ આ સેલમાં તમે માત્ર 16,499 રૂપિયામાં ખરીદી શકો છો.
મોંઘા ફોન મળી રહ્યાં છે સસ્તાંમાં
ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં iPhone SEને તમે 32,999 રૂપિયામાં ખરીદી શકો છો, અને iPhone XR (64GB) 38,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. વળી, આ સેલમાં સેમસંગના Note 10 Plus ફ્લેગશિપ સ્માર્ટફોન 59,999 રૂપિયામાં મળી રહ્યો છે. આમાં Mi 10Tને તમે 35,999 રૂપિયામાં ખરીદી શકો છો.
વધુ વાંચો
Advertisement





















