શોધખોળ કરો
Advertisement
દેશમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં વેચાયા પાંચ કરોડ સ્માર્ટફોન, ચીની કંપનીઓનો 76 ટકા હિસ્સો
એપલે પણ બજારમાં બે આંકડાનો વૃદ્ધિદર મેળવ્યો અને આઠ લાખ મોબાઈલ વેચ્યા હતા.
નવી દિલ્હીઃ લોકડાઉન બાદ દેશમાં સ્માર્ટફોન બજારમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020ના ત્રીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર)માં તેનું વેચાણ અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટી એટલે કે પાંચ કરોડ રહ્યું છે. આ દરમિયાન બજારમાં વેચાયેલ કુલ મોબાઈલમાં ચીનની કંપનીઓનો હિસ્સો 76 ટકા રહ્યો છે.
બજારના આંકડા મેળવતી કંપની ખૈનાલિસના રિપોર્ટ અનુસાર ટોચના પાંચ મોબાઇલ ફોન કંપની શાઓમી, સેમસંગ, વિવો, રીયલમી અને ઓપ્પોના વેચાણમાં વિતેલા વર્ષના સમાન ગાળાની તુલામાં ઉછાળો જોવા મળ્યો છે.
કૈનાલિસે એક નિવેદનમાં કહ્યું કે, ‘2020ના ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં સ્માર્ટફોન વેચાણ આઠ ટકા વધીને પાંચ કરોડ એકમ રહ્યું છે. વિતેલા વર્ષે આ જ ગાળામાં 4.62 કરોડ મોબાઈલ વેચાયા હતા. આ દેશમાં કોઈપણ ક્વાર્ટરમાં સ્માર્ટફોન વેચાણો અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે.’
શાઓમી 26.1 ટકા બજાર હિસ્સા સાથે ટોચ પર છે. કંપનીએ 1.11 કરોડ ફોન વેચ્યા હતા. સેમસંગે વીવોને પછાડીને બીજું સ્થાન મેળવ્યું છે. કંપનીએ 1.02 કરોડ ફોન વેચવાની સાથે 20.4 ટકા બજાર હિસ્સો મેળવ્યો છે.
ત્યાર બાદ વીવો 88 લાખ ફોનના વેચાણ સાથે 17.6 ટકા બજાર હિસ્સો, રીયલમી 87 લાખ ફોન સાથે 17.4 ટકા બજાજ હિસ્સો અને ઓપ્પો 61 લાખ સ્માર્ટફોન સાથે 12.1 ટકા બજાર હિસ્સો રહ્યો હતો. આ જ ગાળામાં એપલે પણ બજારમાં બે આંકડાનો વૃદ્ધિદર મેળવ્યો અને આઠ લાખ મોબાઈલ વેચ્યા હતા.
કૈનાલિસના રિસર્ચ વિશ્લેષક વરૂણ કન્નને કહ્યું કે, છેલ્લાં કેટલાક મહિનાથી ભારત ચીનની વચ્ચે તણાવ લોકોની વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો છે. પરંતુ બજારમાં લોકોના ખરીદ નિર્ણયો પર તેની કોઈ અસર જોવા નથી મળી.
નોંધનીય છે કે, બન્ને દેશો વચ્ચે તણાવના અહેવાલના સમયે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ચીનની પ્રોડક્ટનો બહિષ્કારનો મુદ્દો છવાયો હતો. ત્યારે સરકારે પણ રાષ્ટ્રીય સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતાના જોખમને ધ્યાનમાં રાખીને ચીની મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement