Google Updates: યૂઝર્સ એક્સપીરિયન્સ બદલાઇ જશે, ગૂગલે રિલીઝ કર્યા ચાર નવા ફિચર, મળશે આ ફેસિલિટી
Google Updates: નવા ફિચર્સ આવ્યા બાદ યૂઝરનો અનુભવ સારો થશે, તેઓ ફોનનો ઝડપી ઉપયોગ કરી શકશે અને ડિવાઈસ મેનેજમેન્ટ પણ પહેલા કરતા વધુ સારું રહેશે
Google Updates: ટેક જાયન્ટ ગૂગલે પોતાના યૂઝર્સ માટે વધુ સારી ફેસિલિટી રિલીઝ કરી છે, યૂઝર એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવવા માટે ગુગલે એન્ડ્રોઇડ યૂઝર્સને ચાર નવા ફિચરની ગિફ્ટ આપી છે. લૉન્ચ થયેલા આ ફિચરની મદદથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ તેમના ફોનનો ઉપયોગ કરવાની રીતને બદલશે. નવા ફિચર્સ આવ્યા બાદ યૂઝરનો અનુભવ સારો થશે, તેઓ ફોનનો ઝડપી ઉપયોગ કરી શકશે અને ડિવાઈસ મેનેજમેન્ટ પણ પહેલા કરતા વધુ સારું રહેશે. જાણો આ ચાર નવા ફિચર વિશે...
ઇમેજની ડીટેલ ઓડિયો ડિસ્ક્રિપ્શન -
ગૂગલે ટૉકબૅક રિલીઝ કર્યું છે જે એન્ડ્રોઇડ સ્ક્રીન રીડર છે. તે એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ તેમની આંખોથી જોઈ શકતા નથી અથવા જેમને તેમની આંખોમાં સમસ્યા છે. હવે જ્યારે ગૂગલે તેની સાથે જેમિની AIને સપોર્ટ કર્યો છે, તે પહેલા કરતા વધુ સારો બનશે અને વિગતવાર માહિતી આપશે.
સર્કલ ટૂ સર્ચની મદદથી મ્યૂઝિક સર્ચ -
હવે સર્કલ ટૂ સર્ચની મદદથી તમે મ્યૂઝિક પણ સર્ચ કરી શકશો. આ માટે તમારે ફોનના હૉમ બટનને થોડીવાર માટે દબાવીને રાખવાનું રહેશે અને તે એક્ટિવ થયા બાદ મ્યૂઝિક બટન પર ક્લિક કરો અને તેને ટ્રેક કરો. તે પછી તમને મ્યૂઝિક ટ્રેકનું નામ, સિંગર અને યુટ્યુબ લિંક મળશે.
વેબ પેજને સાંભળો -
જો તમને સાંભળવામાં તકલીફ થતી હોય તો આ ફિચર તમારા માટે છે. નવા અપડેટ પછી યૂઝર્સ ગૂગલ ક્રૉમ પર કોઈપણ પેજ સાંભળી શકશે. તમને તમારી ભાષા અને સાંભળવાની ઝડપનો વિકલ્પ પણ મળશે.
ભૂકંપની ચેતવણી -
ગૂગલે સમગ્ર યૂએસ માટે એન્ડ્રોઇડ ભૂકંપ ચેતવણી સિસ્ટમ એનાઉન્સ કરી છે. આ નવા ફિચર અંગે ગૂગલે કહ્યું છે કે તમને ભૂકંપ પહેલા એલર્ટ મળી જશે.
આ પણ વાંચો
અશ્લીલ વિડિયો મોકલીને છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે ઠગો, ગભરાવાને બદલે કરો આ કામ