શોધખોળ કરો
Advertisement
6000mAhની દમદાર બેટરીવાળો આ સ્માર્ટફોન આજે થશે લૉન્ચ, જાણો ફિચર્સ ને કિંમત........
આ ફોન ફ્લિપકાર્ટ પર બપોરે 12 લૉન્ચ કરવામાં આવશે. ફોનમાં 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. ફોન ત્રણ કલર ઓપ્શનની સાથે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની Gionee આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Gionee Max Pro લૉન્ચ કરવા જઇ રહી છે. આ ફોન ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવેલા Gionee Max નો સક્સેસર છે. આ ફોન ફ્લિપકાર્ટ પર બપોરે 12 લૉન્ચ કરવામાં આવશે. ફોનમાં 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. ફોન ત્રણ કલર ઓપ્શનની સાથે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે.
આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ.....
મીડિયા રિપોર્ટ અનુસાર, Gionee Max Pro સ્માર્ટફોનમાં 6.52- ઇંચ એચડી + ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. સાથે જ ફોનમાં 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટૉરેજ મળશે. આમાં 6,000mAhની મોટી બેટરી હશે. સાથે જ આમાં સેલ્ફી માટે વી-શેપ વાળી નૉચ મળશે.
ત્રણ કલર ઓપ્શનમાં હશે અવેલેબલ.....
આ સ્માર્ટફોનની ડિઝાઇન વિશે વધુ બતાવવામાં નથી આવ્યુ, ટીજર પેજથી એ પણ જાણી શકાય છે કે ફોન બ્લૂ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આની સાથે આના પ્રૉસેસર અને કેમેરાને લઇને જાણકારી નથી આપવામાં આવી. આની કિંમત કંઇપણ નથી બતાવવામાં આવ્યુ. જોકે રિપોર્ટ્સનુ માનીએ તો આ સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિએન્ટમાં આવવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement