શોધખોળ કરો
Advertisement
યૂઝર્સની પ્રાઈવેટ વાતો સાંભળતી હતી આ મેસેજિંગ એપ, ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી
ગૂગલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ આ એપ ઈન્સ્ટોલ કરી છે, તેમનો ડેટા સુરક્ષિત નથી, કારણ કે UAE દ્વારા કથિત રીતે ToTokનો ઉપયોગ દરેક પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે.
ગૂગલે એકવાર ફરી લોકપ્રિય મેસેજિંગ એપ ToTokને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. આ એપના યૂઝર્સના ડેટા સુરક્ષિત ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેનો ઉપયોગ સંયુક્ત અરબ અમીરાત સરકાર દ્વારા વ્યાપક નજર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. ગૂગલે આ પહેલા પણ 1 ડિસેમ્બરે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી.
ગૂગલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ આ એપ ઈન્સ્ટોલ કરી છે, તેમનો ડેટા સુરક્ષિત નથી, કારણ કે UAE દ્વારા કથિત રીતે ToTokનો ઉપયોગ દરેક પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. જેમાં યૂઝર્સની પર્સનલ વાતોથી લઈને તેના ફોટો અને અન્ય કન્ટેન્ટ સહિત તમામ એક્ટિવિટી પર નજર રાખવામાં આવી રહી છે.
એપ રેન્કિંગ અને રિસર્ચ ફર્મ એપ એની અનુસાર, ToTok છેલ્લા સપ્તાહમાં અમેરિકામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી સોશિયલ એપમાંથી એક છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવેલી એક તપાસમાં જાણવા મળ્યું છે કે, ToTok એપ બ્રીજ હોલ્ડિંગ નામની એક કંપનીએ બનાવીએ છે, જે અબુ ધાબી સ્થિત સાઈબર ઈન્ટેલિજન્સ અને હેકિંગ કંપની ડાર્ક મેટર સાથે જોડાયેલી છે. ડાર્ક મેટર અગાઉથી જ સંભવિત સાઈબર ક્રાઈમના કારણે એફબીઆઈના તપાસના ઘેરામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement