શોધખોળ કરો
Advertisement
ગુગલ સીઈઓ પિચાઈના મતે વર્લ્ડકપની ફાઈનલમાં ભારત સામે કોણ ટકરાશે?
પિચાઈ ઇચ્છે છે કે, વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ સારું પ્રદર્શન કરીને વિશ્વ વિજેતા બને
ન્યૂયોર્કઃ વિશ્વવિખ્યાત કંપની ગૂગલનાં સીઈઓ સુંદર પિચાઈને ક્રિકેટમાં બહુ રસ છે અને આ વર્લ્ડકપમાં પણ તે ભારે રસ લઈ રહ્યા છે. ભારતીય મૂળનાં સુંદર પિચાઈએ આગાહી કરી છે કે આઈસીસી વિશ્વ કપની ફાઇનલ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.
પિચાઈ ઇચ્છે છે કે, વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ સારું પ્રદર્શન કરીને વિશ્વ વિજેતા બને.
46 વર્ષનાં સુંદર પિચાઈએ યૂએસઆઈબીસીની ‘ઇન્ડિયા આઇડિયા્ઝ સમિટ’માં કહ્યું કે, વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે જંગ થવો જોઇએ, પરંતુ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ સારી છે.
સુંદર પિચાઈને યૂએસઆઈબીસીની અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે સવાલ કર્યો હતો કે, તમને શું લાગે છે ફાઇનલ મેચ કોની-કોની વચ્ચે રમાશે? પિચાઈએ કહ્યું કે, વર્લ્ડકપ રોમાંચક ટૂર્નામેન્ટ છે અને ભારત પાસે સારા પ્રદર્શનની આશા કરી રહ્યો છું, પરંતુ અહીં ઘણું બધું દાવ પર લાગ્યું છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion