શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Googleએ પ્લે સ્ટૉરમાંથી PayTMને હટાવી, જાણો કેમ
ગૂગલે કહ્યું કે તે રમતોમાં સટ્ટેબાજીને પ્રોત્સાહન આપનારી એપને પરમીશન નથી આપતુ, અને આવી એપને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી હટાવી દેવામાં આવશે
નવી દિલ્હીઃ પેટીએમ એપને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગૂગલ પ્લે સ્ટૉરમાંથી પેટીએમ એપને હટાવી દેવામાં આવી છે. પૉલીસીનુ ઉલ્લંઘનનો હવાલો આપતા ગૂગલે પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી છે. ગૂગલે કહ્યું કે તે રમતોમાં સટ્ટેબાજીને પ્રોત્સાહન આપનારી એપને પરમીશન નથી આપતુ, અને આવી એપને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી હટાવી દેવામાં આવશે.
ગૂગલે એક બ્લૉગ પૉસ્ટમાં કહ્યું- અમે ઓનલાઇન કેસિનોની પરમીશન નથી આપતા, કે પછી રમતોમાં સટ્ટાબાજીની સુવિધા આપનારી કોઇપણ અનિયમિત જુગાર એપને સમર્થન નથી કરતાં. આમાં તે એપ સામેલ છે જે ગ્રાહકોને કોઇપણ એવી બહારની વેબસાઇટ પર જવા માટે પ્રેરિત કરે છે. જે રૂપિયા લઇને રમતોમાં પૈસા કે રોકડક પુરસ્કાર જીતવાનો મોકો આપે છે. આ અમારી નીતિઓનુ ઉલ્લંઘન છે.
ભારતમાં આઇપીએલ જેવી મુખ્ય રમતોના આયોજન પહેલા ા પ્રકારની એપ મોટી સંખ્યામાં લૉન્ચ કરવામાં આવે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થવાની છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion