શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે
કંપનીએ જણાવ્યું કે હટાવવામાં આવેલી 85 એડવર એપ્સમાં મોટાભાગની ફોટોગ્રાફી અને ગેમિંગ એપ્સ હતી. આ એપ્સ 80 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી.
નવી દિલ્હીઃ સર્ચ એન્જિન ગૂગલે પ્લે સ્ટોર પરથી 85 એપ્સ હટાવી દીધી છે. ગૂગલના સિક્યોરિટી રિસર્ચર્સે આ એપ્સમાં એક એડવેયર છુપાયેલો હોવાનું મળ્યું હતુ. આ એડલેયરમાં એવી એડ સામે આવે છે જેને બંધ કરવી મુશ્કેલ હોય છે. કંપનીએ જણાવ્યું કે હટાવવામાં આવેલી 85 એડવર એપ્સમાં મોટાભાગની ફોટોગ્રાફી અને ગેમિંગ એપ્સ હતી. આ એપ્સ 80 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી.
દૂર કરવામાં આવેલી આ એપ છે સૌથી વધારે જાણીતી
જેમાં સુપર સેલ્ફી, કૉસ કેમેરા, પોપ કેમેરા અને વન સ્ટ્રોક લાઈન પઝલ એપ્સ સૌથી વધારે જાણીતી છે. રિપોર્ટ મુજબ આ એપ્સ વિવિધ અલગ અલગ ડેવલપર એકાઉન્ટ્સથી ગૂગલ પ્લે સ્ટોર પર અપલોડ કરવામાં આવી હતી અને તેમના બિહેવિયર અને કોડ એક જેવા જ હતા. ટ્રેંડ માઈક્રો સિક્યોરિટી રિસર્ચર્સે જણાવ્યું કે, આ એડવેયર્સથી માત્ર જૂના વર્ઝનવાળા એન્ડ્રોઇડ ફોન જ પ્રભાવિત થશે.
આ પહેલા પણ ગૂગલ પ્લે સ્ટોર પર નકલી એપ્સનો મામલો આવ્યો હતો સામે
આ પહેલા પણ ગૂગલ પ્લે સ્ટોર પર નકલી એપ્સનો મામલો સામે આવ્યો હતો. ગત મહિને અપડેટ ફોર સેમસંગ નામથી એક નકલી એપ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. આ નક્લી એપનો લોકો સેમસંગની એપ સમજીને ડાઉનલોડ કરતા હતા.
હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરો
મલાઇકાને છોડી અર્જુન કપૂર કઇ એક્ટ્રેસ પાછળ પડ્યો? જાણો વિગત
સુરતમાં પ્રથમ વખત રમાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, જાણો કઈ ટીમ વચ્ચે થશે ટક્કર
દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion