શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ બતાવવા પર ભારતે ટ્વીટરને આપી ચેતાવણી, CEO જેક ડોરસીને લખ્યો લેટર
આઇટી સચિવે કહ્યું- ટ્વીટરને ભારતનો લોકોની ભાવનાઓનુ સન્માન કરવુ જોઇએ, ભારતની સંપ્રભુતા અને અખંડતાની સાથે કરવામાં આવેલુ અપમાન સ્વીકારવામાં નહીં આવે, આ કાયદાનુ પણ ઉલ્લંઘન ગણાશે
નવી દિલ્હીઃ ટ્વીટર ઇન્ડિયાએ ટાઇમલાઇન્સ પર જમ્મૂ-કાશ્મીરને પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ બતાવ્યો હતો, હવે કેન્દ્ર સરકારે ટ્વીટરના સીઇઓ જેક ડોરસીને લેટર લખીને કડક ચેતાવણી આપી છે. કેન્દ્ર સરકારના આઇટી સચિવ અજય સાહનીએ ટ્વીટરને કડક શબ્દોમાં સ્પષ્ટ કરી દીધુ છે કે- લેહ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે, જે ભારતના બંધારણ દ્વારા શાસિત છે.
આઇટી સચિવે કહ્યું- ટ્વીટરને ભારતનો લોકોની ભાવનાઓનુ સન્માન કરવુ જોઇએ, ભારતની સંપ્રભુતા અને અખંડતાની સાથે કરવામાં આવેલુ અપમાન સ્વીકારવામાં નહીં આવે, આ કાયદાનુ પણ ઉલ્લંઘન ગણાશે. આ રીતે માત્ર ટ્વીટરની જ સાખ નથી નીચે પડતી પરંતુ સોશ્યલ સાઇટ પર સવાલો પણ ઉભા થાય છે.
આ લેટરના જવાબમાં ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું- અમે ભારત સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અમે લોકોની સંવેદનાઓનુ સન્માન કરીએ છીએ, અને આ લેટરનો સ્વીકાર કરીએ છીએ.
ખરેખરમા, ટ્વીટરે લેહની ભૌગોલિક સ્થિતિને બતાવતા તેને પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના જમ્મુ-કાશ્મીરનો ભાગ બતાવ્યો હતો, માઇક્રોબ્લૉગિંગ સાઇટની ચૂક નેશનલ સિક્યૂરિટી એનેલિસિસ્ટ નીતિન ગોખલે દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી, જે લેહના પૉપ્યૂલર યુદ્ધ સ્મારક, હૉલ ઓફ ફેમથી બપોરે 12 વાગ્યાની આસપાસ લાઇવ થયા હતા.
ગોખલેએ પોતાના ઓફિશિલ હેન્ડલ પર લખ્યુ હતુ- મે હમણાં જ હોલ ઓફ ફેમ પરથી લાઇવ કર્યુ છે. સ્થાન તરીકે હોલ ઓફ ફેમ આપતા અને અનુમાન લગાવ્યુ કે આ જમ્મુ અને કાશ્મીર, પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇના શું કરી રહ્યું છે, શું તમે લોકો પાગલ છો.
ગુપ્તાએ દુરસંચાર અને સૂચના ટેકનોલૉજી મંત્રી રવિશંકર પ્રસાદને ટેગ કરતા લખ્યું- તો ટ્વીટરે જમ્મુ તથા કાશ્મીરના ભૂગોળને બદલવાનો નિર્ણય લીધો છે, અને જમ્મુ તથા કાશ્મીરની પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ તરીકે બતાવવાનો નિર્ણય કર્યો છે. શુ આ ભારતના કાયદાનુ ઉલ્લંઘન નથી, ભારતમાં તો લોકોને નાની નાની વાતોમાં સતાવવામાં આવે છે. શુ અમેરિકાની બિગ ટેક કંપની કાયદાથી ઉપર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion