શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એપલના નવા આઇફોનના ફિચર્સ લીક, ફેસ આઇડી લૉકથી માંડીને કેમેરમાં મળશે આ નવી ટેકનોલૉજી
કંપનીએ iPhone 12 સીરીઝના ચાર મૉડલને લાઇનઅપ કર્યા છે. આ ચારેય મૉડલમાં કંપની આ વખતે કેટલાક નવા ફિચર્સ આપી શકે છે, અને જુના ફિચર્સને અલવિદા કહી શકે છે
નવી દિલ્હીઃ દુનિયાની ટેક દિગ્ગજ કંપની એપલ ઓક્ટોબર મહિનામાં પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવા જઇ રહી છે. રિપોર્ટ છે કે આ વખતે કંપનીએ iPhone 12 સીરીઝના ચાર મૉડલને લાઇનઅપ કર્યા છે. આ ચારેય મૉડલમાં કંપની આ વખતે કેટલાક નવા ફિચર્સ આપી શકે છે, અને જુના ફિચર્સને અલવિદા કહી શકે છે.
iPhone 12ના ફિચર્સ
માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રૉવાઇડર TrendForceના રિપોર્ટમાં કહેવાયુ છે કે iPhone 12 સીરીઝના સ્માર્ટફોનની લચીલી AMOLED ડિસ્પ્લેની સાથે લૉન્ટ કરવામાં આવી શકે છે. જેના A14 SoC પ્રૉસેસરથી સંચાલિત કરવામાં આવશે. iPhoneમાં ફેસ આઇડી લૉકની સુવિધા પણ આપવામાં આવી શકે છે. iPhone 12 અને iPhone 12 Maxને 4GB LPDDR4X રેમ અને બે રિયર કેમેરા સેટઅપ સાથે બે 12-મેગાપિક્સલ સેન્સરની સાથે આવવાની આશા છે. વળી કહેવાઇ રહ્યું છે કે iPhone 12 પ્રૉ અને iPhone 12 Pro મેક્સ 6GB LPDDR4X રેમની સાથે આવી શકે છે. અને આમાં ત્રણ 12 મેગાપિક્સલ સેન્સર વાળા ત્રિપલ કેમેરા સેટએપ હશે.
માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રૉવાઇડર TrendForceના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે iPhone 12 સીરીઝ આ ઓક્ટોબરમાં લૉન્ચ થઇ શકે છે. આઇફોને આ માટે ચાર મૉડલ્સ લાઇનઅપ કર્યા છે, જેમાં iPhone 12, iPhone 12 Max, iPhone 12 Pro અને iPhone 12 Pro Max સામેલ છે. કહેવાઇ રહ્યુ છે કે Apple એ રિટેલ બૉક્સથી વાયર્ડ હેડફોન અને પાવર એડૉપ્ટર જેવી એક્સેસરીઝને છોડવાનો ફેંસલો કર્યો છે. આની સાથે કહેવાઇ રહ્યું છે કે iPhone 12 સીરીઝની કિંમત iPhone 11 સીરીઝની સરખામણીમાં વધારે હોઇ શકે છે.
iPhone 12ની કિંમત...
TrendForceના રિપોર્ટમાં કહેવાયુ છે કે iPhone 12ની કિંમત $ 699 (લગભગ 51,200 રૂપિયા) અને 749 ડૉલર (લગભગ 54,800 રૂપિયા)ની વચ્ચે હોઇ શકે છે. જેમાં iPhone 12 Maxની કિંમત $ 799 (લગભગ 58,500 રૂપિયા) અને 849 ડૉલર (લગભગ 62,200 રૂપિયા)ની વચ્ચે હોઇ શકે છે. iPhone 12 Pro ની કિંમત $ 1,049 (લગભગ 76,800 રૂપિયા) અને $ 1,099 (લગભગ 80,500 રૂપિયા)ની વચ્ચે હોઇ શકે છે. વળી અંતમાં iPhone 12 Pro Max $ 1,149 (લગભગ 84,100 રૂપિયા)થી $ 1,199 (લગભગ 87,800 રૂપિયા) સુધીની હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion