શોધખોળ કરો
Advertisement
iPhone 12નો ઇન્તજાર ખતમ, આ તારીખે વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ થશે નવો આઇફોન
રિપોર્ટ પ્રમાણે, એપલ કંપની આ વખતની લૉન્ચિંગ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે યોજશે, ખાસ વાત છે કે કોરોના વાયરસના કેરને ધ્યાનમાં રાખીને કંપનીએ આ વખતની ઇવેન્ટને વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરી દીધી છે
નવી દિલ્હીઃ એપલના નવા આઇફોનની લોકો રાહ જોઇ રહ્યાં છે. આઇફોન લવર્સને આઇફોનના નવા મૉડલ આઇફોન 12ને લઇને ઉત્સુકતા છે. સામાન્ય રીતે સપ્ટેમબરમાં કંપની પોતાની નવી પ્રૉડક્ટને એક મેગા ઇવેન્ટ મારફતે લૉન્ચ કરે છે. પરંતુ આ વખતની લૉન્ચિંગ ઇવેન્ટની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા, આને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે, એપલ કંપની આ વખતની લૉન્ચિંગ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે યોજશે, ખાસ વાત છે કે કોરોના વાયરસના કેરને ધ્યાનમાં રાખીને કંપનીએ આ વખતની ઇવેન્ટને વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરી દીધી છે. એટલે કે કંપની નવી પ્રૉડક્ટને આ વખતે વર્ચ્યૂઅલ ઇવન્ટ દ્વારા લૉન્ચ કરશે. આ પહેલા રિપોર્ટ હતા કે ઓક્ટોબર કે સપ્ટેબરના અંતમાં કંપની લૉન્ચિંગ ઇવેન્ટ યોજી શકે છે. પરંતુ કંપનીએ 15 સપ્ટેમ્બર માટેની ઇવેન્ટના મીડિયા ઇન્વિટેશન મોકલવાના શરૂ કરી દીધા છે.
વર્ચ્યૂઅલ ઇવેન્ટ હશે.....
આ ઇવેન્ટમાં કંપની આઇફોન 12ના ચાર મૉડલોને લૉન્ચ કરશે. આ ઉપરાંત એપલ વૉચ અને આઇઓએસ 14ની ફાઇનલ બિલ્ડ રિલીઝ કરવામાં આવી શકે છે. જોકે આઇફોન 12નુ વેચાણ ઓક્ટોબરથી કરવામાં આવશે. એપલે પહેલા કન્ફોર્મ કરી દીધુ હતુ કે ફોનનુ વેચાણમાં થોડુ મોડુ થઇ શકે છે.
પહેલો 5G iPhone હશે
માર્કેટમાં કેટલાય ફોન 5G ટેકનોલૉજી સાથે લૉન્ચ કરી દેવાયા છે. Appleની iPhone 12 સીરીઝ પહેલી 5G સીરીઝ હશે. Appleના વિશ્લેષક મિંગ-ચી અનુસાર તમામ ચારેય આઇફોનમાં 5G હશે, પરંતુ માત્ર હાઇ એન્ડ પ્રૉ લેવલ મૉડલ જ ફાસ્ટેસ્ટ 5G સ્પીડવાળો હશે.
બે સસ્તાં મૉડલ થશે લૉન્ચ
એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
બે હાઇ એન્ડ આઇફોન થશે લૉન્ચ
કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement