શોધખોળ કરો
Advertisement
199 રૂપિયામાં કઈ કંપનીનો પ્લાન છે બેસ્ટ, શું આપે છે ઓફર્સ, જાણો વિગત
રિલાયન્સ જિયોના મુકાબલે એરટેલ 199 રૂપિયામાં ઓછો ડેટા આપે છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળશે.
નવી દિલ્હીઃ આજકાલ ઈન્ટરનેટ ડેટા ઘણો સસ્તો થઈ ગયો છે. ટેલીકોમ કંપનીઓમાં ડેટા પ્લાનને લઈ હરિફાઈ રહે છે. ગ્રાહકો વધારવા કંપનીઓ આગામી શાનદાર પ્લાન રજૂ કરતી રહે છે. હાલ દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન પૈકી કોણ 199 રૂપિયામાં બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે તે જાણીએ.
રિલાયન્સ જિયો
રિલાયન્સ જિયોનો 199 રૂપિયાનો પ્લાન યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપી રહી છે. આ ઉપરાંત જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલ તથા નોન-જિયો નેટવર્ક પર કોલ કરવા 1000 મિનિટ્સ આપી રહી છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સ 100 એસએમએસ ફ્રી મોકલી શકે છે. આ પ્લાનમાં કંપની જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. જેની વેલિડિટી 28 દિવસની છે.
એરટેલ
રિલાયન્સ જિયોના મુકાબલે એરટેલ 199 રૂપિયામાં ઓછો ડેટા આપે છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળશે. આ ઉપરાંત લોકલ, એસટીડી અને રોમિંગ કોલ તમામ નેટવર્ક પર અનલિમિટેડ છે. તેમાં કોઈ પ્રકારની FUP લિમિટ નથી. યૂઝર્સ દરરોજ 100 મેસેજ ફ્રી મોકલી શકે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે.
વોડાફોન-આઈડિયા
વોડાફોન આઈડિયા પણ 199 રૂપિયામાં દરરોજનો એક જીબી ડેટા ઓફર કરી રહી છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર કોલિંગ માટે અનલિમિટેડ મિનિટ્સ આપવામાં આવે છે. લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ પૂરી રીતે ફ્રી છે. આ પ્લાનમાં તમે દરરોજ 100 એસએમએસ ફ્રી મોકલી શકે છે. ઉપરાંત આ પેકમાં કંપની વોડાફોન પ્લે તથા ZEE5નું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement