શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સામે રક્ષણ માટે આ કંપનીએ લૉન્ચ કર્યુ ડ્યૂલ ફેનવાળુ એર પ્યૂરિફાયર માસ્ક, શું છે ખાસ
આ એક વિયરેબલ એર પ્યૂરિફાયર ફેસ માસ્ક છે, અને આ કેટેગરીમાં આ પહેલુ છે. આ સ્માર્ટ ફેસ માસ્કથી ડિસ્પૉઝેબલ માસ્કની ઓછી આપૂર્તિને એડ્રેસ કરવામાં પણ મદદ મળશે, અને સાથે આ ઘરની અંદર બહાર ફ્રેશ અને ક્લિનએર પ્રૉવાઇડ કરશે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે સાઉથ કોરિયન કંપની એલજીએ એક ખાસ માસ્ક લૉન્ચ કર્યુ છે. આ એક વિયરેબલ એર પ્યૂરિફાયર ફેસ માસ્ક છે, અને આ કેટેગરીમાં આ પહેલુ છે. આ સ્માર્ટ ફેસ માસ્કથી ડિસ્પૉઝેબલ માસ્કની ઓછી આપૂર્તિને એડ્રેસ કરવામાં પણ મદદ મળશે, અને સાથે આ ઘરની અંદર બહાર ફ્રેશ અને ક્લિનએર પ્રૉવાઇડ કરશે.
LG PuriCare Wearable Air Purifierમાં ડ્યૂલ ફેન્સની સાથે સાથે રિસ્પિરેટરી સેન્સર પણ છે, આ ચહેરાની સાઇઝ અને શેપની એક રેન્જ પર આરામથી ફિટ થઇ જનારુ એક ઓર્ગોનોમિક ડિઝાઇનમાં આવે છે. આને સપ્ટેમ્બરમાં IFA 2020માં પ્રદર્શિત કરવામા આવશે. જ્યારે સિલેક્ટેડ માર્કેટમાં આની ઉપલબ્ધતા ફોર્ટ ક્વાર્ટરથી થશે. લૉકલ લૉન્ચના સમયે આની કિંમત ડિટેલ સામે આવશે.
આ હવાનો પ્યૂરિફાઇ કરવા માટે બે H13 HEPA ફિલ્ટનો ઉપયોગ કરે છે, ફેસ માસ્ક ત્રણ સ્પીડ લેવલની સાથે બિલ્ટ ઇન ડ્યૂલ ફેનનો પણ ઉપયોગ કરે છે, આ એર ઇન્ટેક અને એક્સાઇલના સમય ઓટોમેટિક રીતે કામ કરે છે. એલજીએ એક રેસ્પિરેટરી સેન્સર પણ આપ્યુ છે, અને એ દાવો કરે છે કે આ પહેરનારા શ્વાસની સાયકલ અને વૉલ્યૂમની જાણકારી પણ રાખી શકશે, અને ફેન્સને તે પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે.
એલજીની આ એર પ્યૂરિફાયર ફેસ માસ્કમાં 820mAh ની બેટરી પણ છે, જે લૉ મૉડમાં આઠ કલાક સુધી અને હાઇ મૉડમાં બે કલાક સુધી ચાલવા માટે રેટેડ છે. આ માસ્કને ચાર્જ કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion