શોધખોળ કરો
ભારતની આ કંપની લાવી રહી છે લિક્વિડ કૂલિંગ ટેકનોલૉજી વાળો ફોન, 6 રેમ સાથે મળશે આટલા બધા ફિચર્સ, જાણો વિગતે
Micromax In ઇન નૉટ 1 અત્યારે ફ્લિપકાર્ટ અને માઇક્રોમેક્સની વેબસાઇટ પર જ અવેલેબલ છે. વળી કંપની જલ્દી જ ઇન સીરીઝ ફોન્સને ઓફલાઇન રિટેલર્સની પાસે પણ અવેલેબલ કરાવશે
![ભારતની આ કંપની લાવી રહી છે લિક્વિડ કૂલિંગ ટેકનોલૉજી વાળો ફોન, 6 રેમ સાથે મળશે આટલા બધા ફિચર્સ, જાણો વિગતે micromax is working on liquid cooling technology smartphone ભારતની આ કંપની લાવી રહી છે લિક્વિડ કૂલિંગ ટેકનોલૉજી વાળો ફોન, 6 રેમ સાથે મળશે આટલા બધા ફિચર્સ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/02162138/Micromax-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન મેકર માઇક્રોમેક્સ Micromax In સીરીઝ અંતર્ગત એક ખાસ સ્માર્ટફોન તૈયાર કરી રહ્યું છે. રિપોર્ટ છે કે કંપની આ સીરીઝ અંતર્ગત હાઇ રિફ્રેશ રેટ અને લિક્વિડ કૂલિંગ વાળી ટેકનોલૉજી વાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. આ વાતની જાણકારી યુટ્યૂબ પર એક વર્ચ્યૂઅલ સેશનમાં માઇક્રોમેક્સના કૉ-ફાઉન્ડર રાહુલ શર્માએ આપી. આ ફોનમાં 6જીબી રેમ આપવામાં આવી શકે છે. Micromax In સીરીઝના સ્માર્ટફોન ભારતમાં ઓફલાઇન સેલ કરવામાં આવશે.
લિક્વિડ કૂલિંગ ફિચર્સ વાળો હશે ફોન
રાહુલે જણાવ્યુ કે 6જીબી રેમ ઉપરાંત Micromax In સીરીઝમાં ફોનમાં લિક્વિડ કૂલિંગ અને હાઇ રિફ્રેશ રેટ જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે. Micromax In નૉટ 1ની સાથે એક બેક કવર પણ આપી રહી છે. કંપની આ નૉટ 1 સ્માર્ટફોન ખરીદી ચૂકેલા કસ્ટમર્સ સુધી પણ આ બેક કવર પહોંચાડશે.
રિટેલર્સની પાસે પણ મળશે. Micromax In નૉટ 1
Micromax In ઇન નૉટ 1 અત્યારે ફ્લિપકાર્ટ અને માઇક્રોમેક્સની વેબસાઇટ પર જ અવેલેબલ છે. વળી કંપની જલ્દી જ ઇન સીરીઝ ફોન્સને ઓફલાઇન રિટેલર્સની પાસે પણ અવેલેબલ કરાવશે.
ઇન નૉટ 1 વાઇડવાઇન એલ3 સપોર્ટની સાથે આવે છે. આ ઉપરાંત ફોનમાં રેનબો સીરી-01 પ્રો ગ્લાસ પ્રૉટેક્શન પણ આપવામાં આવ્યુ છે. ફોનની બેક પેનલની સમસ્યા પર રાહુલ શર્માએ જવાબ આપ્યો એક નાના લૉટના યૂનિટમાં બેક પેનલ સાથે જોડાયેલી સમસ્યા દેખાઇ હતી, જેને ઝડપથી ઠીક કરી દેવામાં આવી છે.
![ભારતની આ કંપની લાવી રહી છે લિક્વિડ કૂલિંગ ટેકનોલૉજી વાળો ફોન, 6 રેમ સાથે મળશે આટલા બધા ફિચર્સ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/02162123/Micromax-01-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગેજેટ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)