શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચીનના TikTokના જવાબમાં બનાવેલી આ ભારતીય કહેવાતી એપ છે મૂળ પાકિસ્તાની
Mitron App પાકિસ્તાની સોફ્ટવેર ડેવલપર કંપની Qboxus પાસેથી ખરીદવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતમાં ટિકટોક સામે ઘણા સમયથી બબાલ ચાલતી હતી, જે બાદ લોકોએ ચાઈનીઝ એપને તેમના ફોનમાંથી ડિલીટ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આ દરમિયાન એક લોકોએ Mitron નામની એપને ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું હતું. આ એપને મેડ ઈન ઈન્ડિયા નામથી પ્રચાર કરવામાં આવ્યો અને થોડા જ સમયમાં 50 લાખથી વધારે લોકોએ તેને ડાઉનલોડ કરી હતી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મિત્રો એપને મેડ ઈન ઈન્ડિયા માનીને ડાઉનલોડ કરતા હતા તેને પાકિસ્તાનની છે.
કોણે કરી છે એપ ડેવલપ
પંજાબ કેસરીના રિપોર્ટ પ્રમાણે Mitron App પાકિસ્તાની સોફ્ટવેર ડેવલપર કંપની Qboxus પાસેથી ખરીદવામાં આવી છે. પરંતુ એવો દાવો કરવામાં આવતો હતો કે આ એપને આઈઆઈટી, રૂડકીના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે તૈયાર કરી છે. મિત્રોં એપનું અસલી નામ TicTic એપ છે, જેને પાકિસ્તાનના ઈરફાન શેખની કંપનીએ Qboxus એ તૈયાર કરી છે.
34 ડોલરમાં વેચ્યો સોર્સ કોડ
ઈરફાન શેખે આ એપનો સોર્સ કોડ 34 ડોલરમાં વેચ્યો હતો. શેખે જણાવ્યું કે, તેમની કંપની સોર્સ કોડ વેચે છે, જે બાદ ખરીદનાર તેને કસ્ટમાઇઝ કરે છે. તેમનો મુખ્ય બિઝનેસ જાણીતી એપની ક્લોન બનાવીને સસ્તા ભાવમાં વેચવાનો છે. હજુ સુધી ટિકટિક એપની 277 કોપી વેચી ચુક્યા છે. તેણે કહ્યું કે, ડેવલપરે શું કર્યુ તેનાથી અમને કોઈ પરેશાની નથી થતી. તે સ્ક્રિપ્ટના પૈસા આપે છે અને ઉપયોગ કરે છે, આમ કરવું ઠીક નથી.
મેડ ઈન પાકિસ્તાન છે એપ
શેખે જણાવ્યું, લોકો તેને ભારતમાં બનેલી એપ ગણાવે છે પરંતુ આ હકીક નથી. ટિકટિકના એક ખરીદદારે મિત્રો એપને રિબ્રાન્ડ કરી છે. તમે ટેકનિકલ ટીમ પાસે બંને એપ ડાઉનલોડ કરીને તેનો ટેસ્ટ કરી ચુકો છો. સમસ્યા એ નથી કે ડેવલપર પાકિસ્તાની છે પરંતુ સમસ્યા એ છે કે એપનો મેડ ઈન ઈન્ડિયા નામથી પ્રચાર કરવામાં આવ્યો છે. આ પાકિસ્તાની ટિકટિક એપમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો, માત્ર ટિકટિકનું નામ મિત્રો રાખવામાં આવ્યું છે.
ભારતમાં કોણે ખરીદી?
જો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને મિત્રો એપની પ્રાઇવેસી પોલિસી પર ક્લિક કરશો તો shopkiller.in લિંક પર લઈ જવાશે પરંતુ આ લિંક બ્લેંક છે. તેનો મતલબ મિત્રો એપની કોઈ પ્રાઇવેસી પોલિસી નથી. મિત્રો એપને ભારતમાં કોણે ખરીદી અને કોણે ગૂગલ પ્લે સ્ટોર પર પબ્લિશ કરી તે હજુ પણ એક રહસ્ય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion