શોધખોળ કરો
Advertisement
સેમસંગે લૉન્ચ કર્યો ગેલેક્સી M12 સ્માર્ટફોન, 6000mAh બેટરી સાથે આ ખાસ ફિચર્સ, જાણો વિગતે
આ ફોનની ખાસિયત તેનો કેમેરો છે, આમાં કંપનીએ ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે, અને સાથે 6000 એમએએચની દમદાર બેટરી પણ આપી છે. જે ફોનને ખાસ બનાવે છે. જાણો શું છે ખાસ......
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગે પોતાનો દમદાર ફોન ગેલેક્સી M12ને લૉન્ચ કરી દીધો છે. આ ફોનની ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે કંપનીએ આ ફોનને વિયેતનામમાં લૉન્ચ કરી દીધો છે, આ ફોન ગયા વર્ષે લૉન્ચ થયેલા M11નુ અપગ્રેડેડ વર્ઝન છે.
આ ફોનની ખાસિયત તેનો કેમેરો છે, આમાં કંપનીએ ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે, અને સાથે 6000 એમએએચની દમદાર બેટરી પણ આપી છે. જે ફોનને ખાસ બનાવે છે. જાણો શું છે ખાસ......
સેમસંગ ગેલેક્સી M12ના ફિચર્સ.....
આ સ્માર્ટફોનમાં તમને 6.5 ઇંચ HD+ TFT ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ One UI Core પર કામ કરે છે. ફોનમાં 6GB રેમ અને ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપનો ઓપ્શન આપ્યો છે, જેમાં 48MPનો પ્રાઇમરી કેમેરો, 5MP અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોનમાં 128GB સુધી ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે. તમે આને કાર્ડથી 1TB સુધી લંબાવી શકો છો. ફોનમાં દમદાર પરફોર્મન્સ માટે 6,000mAh ની બેટરી આપી છે. આ ઉપરાંત ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. હાલ આ ફોનની કિંમત વિશે માહિતી નથી, ફોન એલિગેન્ટ બ્લૂ અને ટ્રેન્ડી એમરાલન્ડ ગ્રીન કલરમાં ખરીદી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion