Technology News: નોકિયાના 2 ધાસું ફીચર ફોન લોન્ચ, જુઓ લુક, કિંમત અને ફિચર્સ
Technology News: નોકિયાએ ભારતમાં બે નવા ફીચર ફોન - નોકિયા 130 મ્યુઝિક (Nokia 130 Music) અને નોકિયા 150 (2023) (Nokia 150 (2023) ગુરુવારે લોન્ચ કર્યા. આ બંને ફોનમાં બેટરી બેક-અપ ખૂબ જ સારું છે.
Technology News: નોકિયાએ ભારતમાં બે નવા ફીચર ફોન - નોકિયા 130 મ્યુઝિક (Nokia 130 Music) અને નોકિયા 150 (2023) (Nokia 150 (2023) ગુરુવારે લોન્ચ કર્યા. આ બંને ફોનમાં બેટરી બેક-અપ ખૂબ જ સારું છે. બંને હેન્ડસેટનો લુક અને ડિઝાઇન આકર્ષક છે. નોકિયા 130 મ્યુઝિકમાં એક પાવરફુલ લાઉડસ્પીકર છે. નોકિયા 130 મ્યુઝિકમાં 2.4-ઇંચની QVGA ડિસ્પ્લે છે. ફ્લેશ યુનિટ સાથે VGA રીઅર કેમેરા સાથે નોકિયા 150 2023 મોડલ તેના 2020 મોડલ જેમ સિરીઝ 30+ OS પર ચાલે છે.
કેટલી છે કિંમત
નોકિયા 130 મ્યુઝિક ફોનની શરૂઆતની કિંમત 1849 રૂપિયા છે, જ્યારે નોકિયા 150 2023 મોડલની કિંમત 2,699 રૂપિયા છે. તમે નોકિયા 130 મ્યુઝિક હેન્ડસેટને ડાર્ક બ્લુ, પર્પલ અને લાઇટ ગોલ્ડ કલરમાં ખરીદી શકો છો, જ્યારે નોકિયા 150 (Nokia 150 (2023)ને ચારકોલ, સિયાન અને રેડ કલરમાં ખરીદી શકો છો. બંને હેન્ડસેટ તમે રિટેલ સ્ટોર્સ, નોકિયા વેબસાઇટ અને અન્ય ઑનલાઇન પાર્ટનર્સ પાસેથી ખરીદી શકે છે.
ફીચર્સ
બંને હેન્ડસેટમાં 2.4 ઇંચની ડિસ્પ્લે આવે છે. નોકિયા 130 મ્યુઝિક મોડલમાં QVGA પેનલ અને એક ટેક્ટિકલ કીપેડ આવે છે. દરેક ફોનમાં 1,450mAh બેટરી આવે છે, જે Nokia 130 (2017) અને Nokia 150 (2020)ની 1,020mAh બેટરી કરતાં મોટી છે. નોકિયા 130 મ્યુઝિક 32 જીબી સુધીના માઇક્રોએસડી કાર્ડને સપોર્ટ કરે છે. તેમાં MP3 પ્લેયરની સાથે FM રેડિયોના વાયર્ડ અને વાયરલેસ મોડ બંને છે. 3.5 mm ઓડિયો જેક પણ ઉપલબ્ધ છે.
તમે ફોનમાં 2000 જેટલા કોન્ટેક્ટ અને 500 SMS સ્ટોર કરી શકો છો. બોક્સમાં વાયર્ડ હેડફોન મળે છે. નોકિયા 150 (2023) Nokia 150 (2023) ની પોલીકાર્બોનેટ બોડી ધૂળ અને સ્પ્લેશ પ્રતિકાર માટે IP52 રેટિંગ સાથે આવે છે. બેટરી 20 કલાક સુધીનો ટોકટાઈમ અને 34 દિવસ સુધીનો સ્ટેન્ડબાયની ક્ષમતા રાખે છે.
Appleના નેકેસ્ટ મૉડલ iPhone 15 પર આવ્યું મોટુ અપડેટ
દુનિયાની નંબર વન ટેક કંપની એપલ હવે પોતાના નવા આઇફોન 15ના લૉન્ચિંગ માટે તૈયાર છે. Appleના અપકમિંગ iPhone 15 અને 15 Proને લઇને ડિટેલ્સ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, કંપની iPhone 15 સીરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. જાણો આ આઇફોન 15માં શું શું મળી શકે છે ખાસ....
નવા રિપોર્ટમાં Appleના નેકેસ્ટ મૉડલ iPhone 15 શું હશે ખાસ -
9to5Macના નવા રિપોર્ટ અનુસાર, Appleનો iPhone 15 અને 15 Pro USB Type-C પૉર્ટ સાથે આવશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, Apple હજુ પણ પોતાની ચાર્જિંગ સિસ્ટમ પર થોડું નિયંત્રણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. કંપની કદાચ આવું એટલા માટે કરી રહી છે કે તમે અન્ય કોઈ ચાર્જરથી આઈફોન ચાર્જ ના કરી શકો. જો iPhone 15 સીરીઝમાં USB Type-C કેબલ ઉપલબ્ધ છે, તો અપકમિંગ iPhone માટે ચાર્જિંગ સ્પીડ વધી શકે છે. હાલમાં, iPhone 14 અને 14 Pro અનુક્રમે 20W અને 27W સુધીની ચાર્જિંગ સ્પીડથી સપૉર્ટ કરે છે.
એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે Apple પોતાના Type-C પૉર્ટ સાથે નવી એક્સેસરીઝ લાવી શકે છે. મિંગ-ચી કુઓએ દાવો કર્યો હતો કે અન્ય એસેસરીઝ જેમ કે એરપૉડ્સ ચાર્જિંગ કેસ, મેગસેફ બેટરી પેક અને મેજિક કીબૉર્ડ/ટ્રેકપેડ/માઉસ ત્રણેય પણ ફ્યૂચરિસ્ટિક USB-C પર સ્વિચ કરશે. MacRumorsના એક રિપોર્ટ અનુસાર, iPhone 15 અને 15 Plus 48 MP કેમેરા સેન્સર સાથે આવશે. આના કારણે ફોટો અને વીડિયો ક્વૉલિટીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, TrendForce અનુસાર, 2023 iPhone સીરીઝના ફોન ભારતમાં બની શકે છે. એક રિપૉર્ટ અનુસાર, આના ટાટા ગ્રુપ દ્વારા એસેમ્બલ કરી શકાય છે.