શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નોકિયાએ લૉન્ચ કર્યા 4G કનેક્ટિવિટી વાળા બે સસ્તાં ફિચર ફોન, જાણો કિંમત ને ખાસિયતો
બન્ને ફોનમાં વાયરલેસ એફએમ રેડિયો, 3.5 એમએમ ઓડિયો જેક, ફ્લેશલાઇટ અને બ્લૂટૂથનુ ફિચર છે. પરંતુ નોકિયા 215માં કોઇ કેમેરા નથી. જોકે, નોકિયા 225માં રિયર કેમેરા છે, આ બન્ને ક્લાસિક બ્લૂ, બ્લેક અને મેટાલિક ગોલ્ડ કલરમાં અવેલેબલ છે
નવી દિલ્હીઃ એચએમડી ગ્લૉબલે પોતાના બે નવા ફિચર ફોન આજે ભારતમાં લૉન્ચ કરી દીધા છે. નવો નોકિયા 215 અને નોકિયા 225 ફોન, આ બન્ને ફોન 4જી કનેક્ટિવિટી સાથે વૉલ્ટી એચડી કૉલ્સની સાથે અવેલેબલ છે. આ બન્ને ફોન ખાસ કરીને એન્ટ્રી લેવલ કસ્ટમર્સ માટે છે. બન્ને ફોનમાં વાયરલેસ એફએમ રેડિયો, 3.5 એમએમ ઓડિયો જેક, ફ્લેશલાઇટ અને બ્લૂટૂથનુ ફિચર છે. પરંતુ નોકિયા 215માં કોઇ કેમેરા નથી. જોકે, નોકિયા 225માં રિયર કેમેરા છે, આ બન્ને ક્લાસિક બ્લૂ, બ્લેક અને મેટાલિક ગોલ્ડ કલરમાં અવેલેબલ છે.
ખાસિયતો અને કિમત
નોકિયા 215 અને નોકિયા 225 માં મોટુ અંતર કેમેરાનુ છે, નોકિયા 215 4જીમાં કોઇ કેમેરો નથી, બન્ને ડ્યૂલ સીમ છે, અને 2.4 ઇંચ એલસીડી ડિસ્પ્લે, ફિજીકલ ટી9 કીબોર્ડની સાથે બેઝલ્સમાં લેસ છે. ફોનનુ સ્ટૉરેજ 32જીબી સુધી લંબાવી શકાય છે. કંપનીએ બન્ને ફિચર ફોનમાં સ્નેક ગેમ પણ એડ કરી છે.
આ બન્ને ફોન ચાર હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળી જશે. રિપોર્ટ પ્રમાણે નોકિય 215 4જી લગભગ 3100 રૂપિયા અને નોકિયા 225 4જી લગભગ 3800 રૂપિયામાં માર્કેટમાં અવેલેબલ થશે.
બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ફિચર ફોનની સારી ડિમાન્ડ છે, નોકિયાના ફિચર ફોનની ટક્કરમાં રિલાયન્સ જિઓ, લાવા, ઇન્ટેક્સ જેવી કંપનીઓના ફોન છે. જોકે, નોકિયાએ તાજેતરમાંજ બે નવા સસ્તાં સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા, નોકિયા 2.4 અને નોકિયા 3.4.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion