ઇન્તજાર ખતમઃ આજે લૉન્ચ થઇ રહ્યો છે વનપ્લસનો આ સ્પેશ્યલ કેમેરા ફોન, જાણો લૉન્ચ ઇવેન્ટની તમામ ડિટેલ્સ
કંપની આજે આ સીરીઝ અંતર્ગત Oneplus 9, Oneplus 9 Pro અને Oneplus 9R સ્માર્ટફોન્સ લૉન્ચ કરી શકે છે. આ ઉપરાંત આ ઇવેન્ટમાં કંપની પોતાની પહેલી વનપ્સ વૉચ પણ લૉન્ચ કરશે. OnePlusની આ લૉન્ચ ઇવેન્ટ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે થશે. આ ઇવેન્ટ ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, સ્પેનિશ અને ઇંગ્લિશમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર વનપ્લસ આજે એક સ્પેશ્યલ સીરીઝ લૉન્ચ કરવા જઇ રહી છે. OnePlus 9 સીરીઝનો ઇન્તજાર આજે ખતમ થઇ જવા જઇ રહ્યો છે. કંપની આજે આ સીરીઝ અંતર્ગત Oneplus 9, Oneplus 9 Pro અને Oneplus 9R સ્માર્ટફોન્સ લૉન્ચ કરી શકે છે. આ ઉપરાંત આ ઇવેન્ટમાં કંપની પોતાની પહેલી વનપ્સ વૉચ પણ લૉન્ચ કરશે. OnePlusની આ લૉન્ચ ઇવેન્ટ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે થશે. આ ઇવેન્ટ ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, સ્પેનિશ અને ઇંગ્લિશમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.
OnePlus 9 Proના સ્પેશિફિકેશન્સ.....
OnePlus 9 Proમાં 6.7 ઇંચની QHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1440x3216 પિક્સલ છે. આ ફોન પંચ-હૉલ ડિઝાઇનમાં પાતળી બેઝલ આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ Oxygen OS 11 પર કામ કરે છે. આ ફોન ઓક્ટોકૉર પ્રૉસેસર સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 12 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
કેમેરા....
ફોટોગ્રાફીની વાત કરીએ તો OnePlus 9 Proમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 50 મેગાપિક્સલનો ડિસ્ટૉર્શન ફ્રી અલ્ટ્રા-વાઇડ લેન્સ, 8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી...
પાવર માટે વનપ્લસના આ ફોનમાં 4500mAhની બેટરી આપવામા આવી છે. જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. આમાં બાયૉમેટ્રિક સિક્યૉરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે.
OnePlus Watch પણ થશે લૉન્ચ...
OnePlus 9 સીરીઝના ત્રણ નવા સ્માર્ટફોનની સાથે કંપની OnePlus Watchને પણ માર્કેટમાં લઇને આવી શકે છે. આ વૉચની વાત કરીએ તો આમા હાર્ટ રેટ સેન્સર, વર્ક આઉટ ડિટેક્શન, બ્લડ ઓક્સિજન લેવલ મૉનિટર અને જીપીએસ જેવા ફિચર્સ મળશે. વૉચમાં કેટલાય મૉડ આપવામાં આવેલા છે, તે પ્રમાણે વૉચ ફેસ સિલેક્ટ કરી શકે છે. ખાસ વાત છે કે આને 20 મિનીટ ચાર્જ કરીને આખુ અઠવાડિયુ ચલાવી શકાય છે.