શોધખોળ કરો
Advertisement
રિયલમીએ લૉન્ચ કર્યા આ બે સસ્તાં 5G સ્માર્ટફોન, જાણો શું છે કિંમત ને ફિચર્સ......
આ ફોનની સેલ 10 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઇટ પર શરૂ કરવામા આવશે. ફોનને ICICI ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વળી Axis બેન્કના ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાની છૂટ મળશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર રિયલમીએ ભારતમાં આજે પોતાના બે દમદાર 5G ફોનને લૉન્ચ કરી દીધા છે. કંપનીએ Realme X7ના બે સ્માર્ટફોન Realme X7 5G અને Realme X7 Pro 5Gને લૉન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોન્સને ગયા વર્ષે ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ ફોનની સેલ 10 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઇટ પર શરૂ કરવામા આવશે. ફોનને ICICI ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વળી Axis બેન્કના ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાની છૂટ મળશે.
આ છે કિંમત....
Realme X7 5Gના 6GB + 128GB વાળા વેરિએન્ટની કિંમત 19999 રૂપિયા છે. વળી આના 8GB + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન Nebula અને Space Silver કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. બીજી બાજુ Realme X7 Pro 5Gના 8GB + 128GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. આ Fantasy અને Mystic black કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
Realme X7 5Gના સ્પેશિફિકેશન્સ....
Realme X7 5Gમાં સુપર AMOLED ફૂલ-HD ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Dimensity 800U પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 64MP પ્રાઇમરી મળશે, જે ત્રિપલ કેમેરા સેટઅપની સાથે આવે છે. પાવર માટે ફોનમાં 4,300mAh ની બેટરી આપવામાં આવી છે, જે 50W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Realme X7 Pro 5Gની સ્પેશિફિકેશન્સ.....
Realmeના આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટની સાથે સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન MediaTek Dimensity 1000+ પ્રૉસેસર વાળો છે. ફોટોગ્રાફી માટે આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ ફોન 65W SuperDart ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement