રિયલમીએ માર્કેટમાં ઉતાર્યો Realme Q5 Carnival Edition ફોન, મળશે 50 મેગાપિક્સલનો કેમેરો
ફોટો અને વીડિયો માટે, Realme Q5 Carnival Editionમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50- મેગાપિક્સલનો પ્રાઇમરી શૂટર, 2- મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 2-મેગાપિક્સલનો મોનોક્રૉમ સેન્સર છે,
Realme Q5 Carnival Edition Launch: રિયલમી (Realme) એ પોતાના Q5 Carnival Edition સ્માર્ટફોનને ચીનમાં લૉન્ચ કરી દીધો છે. રિયલમીએ ભારતમાં કે બીજા કોઇ માર્કેટમાં હાલ આને લૉન્ચ નથી કર્યો. આ ફોન ભારતમાં ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવેલા Realme Q5નુ અપગ્રેડેડ વર્ઝન હશે. આ ફોનમાં 12GB રેમ અને 256GB સ્ટૉરેજ મળે છે.
Realme Q5 Carnival Edition ની સ્પેશિફિકેશન્સ -
Realme Q5 કાર્નિવલ એડિશન એન્ડ્રોઇડ 12 (Android 12) બેઝ્ડ Realme UI 3.0 પર ચાલે છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટની સાથે 6.6-ઇંચની ફૂલ એચડી + એલસીડી ડિસ્પ્લે મળે છે. હેન્ડસેટમાં 12GB રેમની સાથે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 695 SoC (Snapdragon 695 SoC) પ્રૉસેસર મળે છે. આ ફોન રેમ એક્સટેન્શન ફિચરની સાથે આવે છે, જેની રેમને 7GB સુધી વધારી શકાય છે, અને સારા પરફોર્મન્સ માટે યૂઝ કરી શકાય છે.
ફોટો અને વીડિયો માટે, Realme Q5 Carnival Editionમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50- મેગાપિક્સલનો પ્રાઇમરી શૂટર, 2- મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 2-મેગાપિક્સલનો મોનોક્રૉમ સેન્સર છે, સેલ્ફી અને વીડિયો ચેટ માટે આમાં f/2.05 અપર્ચર લેન્સની સાથે ફ્રન્ટમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સેન્સર પણ છે. Realme Q5 કાર્નિવલ એડિશનમાં 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ મળે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, 4જી, એલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ વી5.1, જીપીએસ/ એ-જીપીએસ, યુએસબી, ટાઇપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક સામેલ છે. ફોનમાં સેન્સરની વાત કરવામાં આવે તો, આમાં એક્સેલેરૉમીટર, એબિયન્ટ લાઇટ, ઝાયરોસ્કૉપ, મેગ્નેટૉમીટર, પ્રૉક્સિમિટી સેન્સર સામેલ છે. સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી છે, જે 60W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Realme Q5 Carnival Editionની કિંમત -
આ ફોનની કિંમત ચીનમાં 2,399 યુઆન (લગભગ 28,400 રૂપિયા) છે, ફોન 12GB રેમ + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે આવે છે. આ ફોન Realme Q5 ની જેમ જ ચીનમાં ગ્લેશિય ચૉપિંગ વેવ્સ ફેન્ટમ અને રેસિંગ ડસ્ક કલરમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા