શોધખોળ કરો
શ્યાઓમી Redmi Note 9 અને Mi Note 10 Liteને આજે કરશે લૉન્ચ, સાંજે છે ઓનલાઇન ઇવેન્ટ
આ ઇવેન્ટની શરૂઆત 8pm UTC (5.30pm IST)થી થશે, અને આનુ લાઇવ સ્ટ્રીમિંગ YouTube અને કંપનીના સોશ્યલ એકાઉન્ટ દ્વારા કરવામાં આવશે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની આજે પોતાના બે દમદાર સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે, કંપની Redmi Note 9 અને Mi Note 10 Lite સ્માર્ટફોનને લૉન્ચ કરી શકે છે. બન્ને ફોનની લીક પહેલા જ વાયરલ થઇ રહી છે, પણ આજે કંપની એક ગ્લૉબલ ઇવેન્ટ હૉસ્ટ કરવા જઇ રહી છે.
કંપની Redmi Note 9 Pro અને Redmi Note 9 Pro Maxને ભારતમાં લૉન્ચ કરી ચૂકી છે. પણ એવુ લાગી રહ્યું છે કે કંપનીએ આજની ઇવેન્ટમાં આ બન્ને સ્માર્ટફોન્સને અન્ય બજારોમાં પણ રિલીજ કરશે. આ જ રીતે Mi Note 10નું પણ આજે ગ્લૉબલ લૉન્ચિંગ કરવામાં આવશે.
કોરોના મહામારીના કારણે શ્યાઓમી આજે પોતાની ગ્લૉબલ ઓનલાઇન ઇવેન્ટ હૉસ્ટ કરવાની છે. આ ઇવેન્ટની શરૂઆત 8pm UTC (5.30pm IST)થી થશે, અને આનુ લાઇવ સ્ટ્રીમિંગ YouTube અને કંપનીના સોશ્યલ એકાઉન્ટ દ્વારા કરવામાં આવશે.
આ ઇવેન્ટની ટેગલાઇન 'ધ લીજેન્ડ્સ કન્ટન્યૂઝ. રેડમી નૉટ 9 સીરીઝ ઇસ કમિંગ' રાખવામાં આવી છે. આનાથી આ અંદાજો લગાવી શકાય છે કે Redmi Note 9 આજે લૉન્ચ થઇ શકે છે.
જોકે, હજુ સુધી સત્તાવાર માહિતી નથી કે કંપની Redmi Note 9 સીરીઝમાં નિશ્ચિત રીતે કયો સ્માર્ટફોન લૉન્ચ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement