શોધખોળ કરો

રિલાયન્સ જિયોમીટ વીડિયો કોલિંગ એપ થઈ લોન્ચ, જાણો કઈ રીતે કરશે કામ

જિયોમીટર વીડિયો કોલિંગ અન્ય વીડિયો કોલિંગ એપની જેમ જ કામ કરશે અને તે એન્ડ્રોઈડ, આઈઓએસ, વિંડોઝ અને મેકોસ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે.

નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2019-20ના ચોથા ક્વાર્ટરના રિપોર્ટમાં રિલાયન્સ જિઓએ ભારતીય યૂઝર્સ માટે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કોઈ નવું પ્લેટફોર્મ નથી, પરંતુ 2018થી ચલણમાં છે. જોકે હાલમાં જોવા જઈએ તો ઘરેથી કામ કરવા (વર્ક ફ્રોમ હોમ) વાળા માટે માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાની વીડિયો કોલિંગ એપમાં સુધારા કરી રહી છે. રિલાયન્સ જિયો પણ આ દિશામાં કામ કરી રહી છે. જિયોમીટર વીડિયો કોલિંગ અન્ય વીડિયો કોલિંગ એપની જેમ જ કામ કરશે અને તે એન્ડ્રોઈડ, આઈઓએસ, વિંડોઝ અને મેકોસ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે જિયોમીટ ત્રણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ- એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝ પર કેવી રીતે શરૂ થશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ પરઃ સ્ટેપ 1: એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી જિયોમીટર એપ ડાઉનલોડ કરો. સ્ટેપ 2: તમારા ઇમેલ આઈડી અને પાસવર્ડથી લઈ- ઇન કરો, ગેસ્ટ અથવા ઓટીપીના માધ્યમથી પણ લોગ-ઇન કરી શકાય છે. સ્ટેપ 3: જ્યારે તમે એક ગેસ્ટ તરીકે ટેપ કરો છો, ત્યારે એપ તમને યૂઝર્સનું નામ અને મીટિંગ આઈડી (યૂઆરએલ) માગશે. સ્ટેપ 4: જ્યારે તમે આઈડી-પાસવર્ડ અથવા ઓટીપીથી લોગ-ઇન કરશો, ત્યારે તમને જિયોમીટ પ્લેટફોર્મ પર પહેલાથી જ રહેલ કોન્ટેક્ટ અને અન્ય કોન્ટેક્ટ જોવા મળશે જેને તમે ઇન્વાઈટ કરી શકો છો. વિન્ડોઝ પરઃ સ્ટેપ 1: https://jiomeet.jio.com/home વેબસાઈટ પર જાવ. સ્ટેપ 2: નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા માટે વિન્ડોઝ વર્ઝન પર ક્લિક કરો. સ્ટેપ 3: તમને વિન્ડોઝ ડાઉનલોડ પેજ પર નેવિગેટ કરવામાં આવશે જ્યાંથી તમે .exe ફાઈલ મેળવી શકો છો. સ્ટેપ 4: એક વખત ડાઉનલોડ થયા બાદ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયાથીમાંથી પસાર થશો. એક શોર્ટકટ ડેસ્કટોપ પર જોવા મળશે. સ્ટેપ 5: એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારું ઈએમલ આઈડી અથવા પાસવર્ડ અથવા ઓટોપીનો ઉપયોગ કરી સાઈન-ઇન કરો. સ્ટેપ 6: જો ઓટીપી લોગિંનો ઉપયોગ કરો છો તો તમારી પાસે તમારો સ્માર્ટફોમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ અને સેટઅપ હોવું જોઈએ. ગેસ્ટ તરીકે એક મીટિંગમાં સામેલ થવાનો વિકલ્પ પણ છે, આવી સ્થિતિમાં તમારા મીટિંગ આઈડી યૂઆરએલ નોંધાવવાનું રહેશે. આ સાથે જ તમે જાણી શકશો કે રિલાયન્સ જિયોમીટની સાથે વીડિયો કોલિંગ કરવાનું કેટલું સરળ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget