શોધખોળ કરો
Advertisement
રિલાયંસે લૉન્ચ કર્યું JioFi 4G પૉર્ટેબલ હૉટસ્પૉટ
નવી દિલ્લીઃ એવું લાગી રહ્યું છે કે રિલાયંસ ટેલીકોમ્યુનિકેશન ઉદ્યોગને જીતી લેવા માંગે છે. કંપનીએ હાલમાં જ સસ્તા ટેરિફ પ્લાન સાથે જીયો 4G સર્વિસ લૉંચ કરી છે તો હવે કંપનીએ JioFi પોર્ટેબલ Wi-Fi હૉટસ્પોટ લૉંચ કર્યું છે. આ ડિવાઇસની કિમત 1999 રૂપિયા છે. જેમા ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી ફ્રી ઇન્ટરનેટ સર્વિસની સુવિધા આપવામાં આવશે.
એક વારમાં રિલાયંસ JioFi 10 Wi-Fi ડિવાઇસ અને એક USB ડિવાઇસ સાથે કનેક્ટ થઇ શકે છે. જેમા એક OLED આપવામાં આવ્યું છે. જેનાથી તમે નેટવર્કની સ્ટ્રેન્થ, પાવર, WiFi સ્ટેટ્સ જોઇ શકો છો. ડિવાઇસ દ્વારા આપણે WiFi હૉટસ્પોટ બની શકીએ છીએ. આ ડિવાઇસમાં 2300mAhની બેટ્રરી લાગેલી છે જે 6 કલાક સુધી ચાલે છે.
ગ્રાહક આ ડિવાઇસને નજદીકની રિલાયંસ રિટેલ, રિલાયંસ ડિજિટલ એક્સપ્રેસ મિની સ્ટોર પરથી ખરીદી શકો છો. આના માટે ગ્રાહકોએ પાસપોર્ટ સાઇજનો ફોટો, એડ્રેસ પ્રુફ અને ઓળખ પત્રની ફોટ કૉપી દેવી પડશે. કંપનીનું કહેવુ છે કે,LYF-pwered JioFi ડિવાઇસ સાથે ગ્રાહકોને Jio પ્રીવ્યુ ઑફર આપવામાં આવશે. આ ઑફરમાં ગ્રાહકોને અનલિમિટેડ ઇન્ટરનેટ, HD Voice અને એસએમએસની સુવિધા મળશે. આ સિવાય ioTV,JioCinema,JioMusice,JioMags, JioXpressnew,JioDrive,JioSecurity અને JioMoneyના એપ્લીકેશન પણ મળશે. આ સુવિધા Jio સીમ ચાલુ થયા બાદ 90 દિવસ સુધી મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement