શોધખોળ કરો
Advertisement
Samsung આ વર્ષે લૉન્ચ કરશે બેઝલ વિનાનુ 'TV', જાણો કેટલા ઇંચનું હશે ને શું છે ખાસિયતો
ઝીરો બેઝલ ટીવી માત્ર 65 ઇંચ અને તેનાથી મોટી સાઇઝમાં જ ઉપલબ્ધ થશે. આનો અર્થ એ હોઇ શકે છે કે વિનિર્માણ પ્રક્રિયા ખુબ જટીલ છે, જેનાથી આ નાની સાઇઝમાં અવેલેબલ નથી
નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની ટેક દિગ્ગજ સેમસંગ બહુ જલ્દી માર્કેટમાં બેઝલલેસ ટીવી લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, એટલે કે કંપની બેઝલ વિનાની ટીવી બનાવશે. કંપની જાન્યુઆરીની શરૂઆતમાં યોજાનારી સીઇએસ 2020માં ઝીરો બેઝલ ટીવી રિલીઝ કરી શકે છે, જેમાં ફેબ્રુઆરીમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થશે.
એનગેઝેટને મંગળવારે માહિતી આપી કે આ અંગે હજુ સુધી પુરેપુરી માહિતી બહાર આવી નથી. કહેવાઇ રહ્યું છે કે આની ડિઝાઇન 65 ઇંચની મોટી સ્ક્રીનની સાથે લૉન્ચ કરવામાં આવશે. આ ટીવી બેઝલલેસ હશે.
ઝીરો બેઝલ ટીવી માત્ર 65 ઇંચ અને તેનાથી મોટી સાઇઝમાં જ ઉપલબ્ધ થશે. આનો અર્થ એ હોઇ શકે છે કે વિનિર્માણ પ્રક્રિયા ખુબ જટીલ છે, જેનાથી આ નાની સાઇઝમાં અવેલેબલ નથી.
આનો અર્થ એ પણ હોઇ શકે છે કે કંપની પોતાના પ્રીમિયમ ટીવીની એલગ રાખવા માંગતી હોય, કેમકે મોટાભાગના ગ્રાહકો મોટી સ્ક્રીનને જ પસંદ કરે છે. સેમસંગે આ વર્ષની શરૂઆતમાં જ ઝીરો બેઝલ બ્રાન્ડ નામને ટ્રેડમાર્ક કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement