શોધખોળ કરો
Advertisement
સેમસંગ આઇફોનને ટક્કર આપવા લૉન્ચ કરશે 108MP કેમેરા સાથે ખાસ ફિચર્સ વાળો આ ફોન, જાણો શું હશે કિંમત
કેટલીક લીક્સ પ્રમાણે સેમસંગ ગેલેક્સી S21 અલ્ટ્રાને દમદાર ફિચર્સ સાથે લૉન્ચ કરી શકે છે. આ ફોન એપલ આઇફોન 12 પ્રૉ મેક્સ અથવા તો આઇફોન 13ને ટક્કર આપશે
નવી દિલ્હીઃ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગે પોતાના નવા લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી S21ને લૉન્ચ કરવાનુ નક્કી કરી દીધુ છે. હવે રિપોર્ટ છે કે કંપની આ સીરીઝ અંતર્ગત આ વર્ષે એક નવો ફોન પણ લૉન્ચ કરશે, જેનુ નામ સેમસંગ ગેલેક્સી S21 અલ્ટ્રા હશે. કહેવાઇ રહ્યું છે કે આ ફોનમા દમદાર કેમેરો આપવામા આવશે અને આને એપલના અપકમિંગ આઇફોન 13નો પ્રતિદ્વદ્વી ગણવામાં આવે છે.
કેટલીક લીક્સ પ્રમાણે સેમસંગ ગેલેક્સી S21 અલ્ટ્રાને દમદાર ફિચર્સ સાથે લૉન્ચ કરી શકે છે. આ ફોન એપલ આઇફોન 12 પ્રૉ મેક્સ અથવા તો આઇફોન 13ને ટક્કર આપશે.
કેવા હોઇ શકે છે ફિચર્સ....
સ્ટીવ એચ મેકફ્લાય નામના એક ટ્વીટર હેન્ડલ પરથી સેમસંગના ગેલેક્સી S21 અલ્ટ્રા ફોનની તસવીર લીક કરવામાં આવી છે. તસવીર પ્રમાણે અને કેટલાક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં સ્ક્રીન કોર્નર ટૂ કોર્નર ટચ વાળી છે, મોટા ડિફરન્સ પાછળની બાજુએ જોવા મળી રહ્યો છે. આમા સાઇડ બેઝલ્સની સાથે કેમેરા અને બીજા ફિચર્સ આઇફોન જેવા જ દેખાઇ રહ્યો છે, એટલે માની શકાય કે કંપની આ ફોનને આઇફોનના લેટેસ્ટ મૉડલને ટક્કર આપવા માર્કેટમાં ઉતારી શકે છે. આ ફોનમાં એસ પેન ફિચસ પણ મળશે.
આ ઉપરાંત ફોનમાં 6.8 ઇંચની WQHD+ ડિસ્પલે હશે. ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, બે 10 મેગાપિક્સલનો કેમેરા ઝૂમ સાથે, અને એક 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ ઝૂમ સાથેનો કેમેરો આપવામાં આવશે. આ ફોન એક્સિનૉસ 2100 પ્રૉસેસર વાળો છે, અને એન્ડ્રોઇડ 11ની 3.1 ઓપરેટિંગ સિસ્ટમ પર રન થાય છે.
શું હોઇ શકે છે કિંમત....
ગેલેક્સી S21 અલ્ટ્રા ફોનની કિંમતની વાત કરીએ તો, ફોનની શરૂઆતી કિંમત 1,26,200 રૂપિયાની આસપાસ હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion