શોધખોળ કરો
Advertisement
આવી ગયો સેમસંગનો ફોલ્ડેબલ ફોન Galaxy Fold, કિંમત 1.41 લાખ રૂપિયા, જાણો ફીચર્સ
નવી દિલ્હીઃ સેમસંગ (Samsung)એ બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલ એક ઈવેન્ટમાં ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો છે. આ વિશ્વનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. સેમસંગે આ ફોલ્ડેબલ ફોનનું નામ Galaxy Fold રાખ્યું છે. Galaxy Foldની કિંમત 1980 ડોલર (1.41 લાખ રૂપિયા આસપાસ) છે. સેમસંગ Galaxy Fold 26 એપ્રિલથી બજારમાં ઉપલબ્ધ થશે. સેમસંગ પોતાનો ફોન Galaxy Fold ને એ જ સમયે ભારતમાં પણ લોન્ચ કરશે. જોકે ભારતમાં તેની કિંમત કેટલી હશે તેની જાણકારી આપવામાં આવી નથી.
Galaxy Foldનું 4G LTE અને 5G મોડલ હશે. Samsung Galaxy Fold ફોન થ્રી એપ મલ્ટીટાસ્કીંગની સુવિધા આપશે એટલે કે યુઝર એક જ સમયે ત્રણ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકશે. એક સ્ક્રીનથી બીજી સ્ક્રીનમાં જવા માટે ફોનમાં App Continuity ફીચર છે. ફોલ્ડેબલ ફોનમાં દરેક સ્ક્રીન સ્વતંત્રરૂપે કામ કરશે.
Samsung Galaxy Foldમાં હિંજ દેવામાં આવ્યા છે. જેનાથી યુઝર ફોનને ફોલ્ડ કરી શકે છે. સેમસંગનો ફોલ્ડેબલ ફોન ચાર કલર વેરીયંટમાં આવશે. હિંજના કલરને પણ ક્સ્ટમાઇઝ્ડ કરવામાં આવ્યો છે. Galaxy Foldમાં કુલ 6 કેમેરા હશે જેમાંથી ફોનની પાછળ ત્રણ કેમેરા હશે જ્યારે અંદર 2 કેમેરા હશે જ્યારે એક કેમેરો ફોલ્ડેબલ ફ્રેંટ પર હશે.
આ સ્માર્ટફોનમાં 12 GBની રેમ અને 512 GBનુ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સિવાય સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં સાઇડ ફિંગરપ્રિંટ સ્કેનર હશે. બે ડિસ્પ્લે પાવર આપવાના કારણે આમાં બે બેટરી આપવામાં આવી છે. આ યૂનિવર્સલ ફ્લેશ સ્ટોરેજ (UFS) 3.0ને સપોર્ટ કરતો હોય તેવો પહેલો સ્માર્ટફોન છે. Galaxy Foldમાં બે ડિસપ્લે આપવામાં આવ્યા છે. જ્યારે આ ફોલ્ડેબલ ફોન, સ્માર્ટફોન મોડમાં હશે ત્યારે તેની સ્ક્રીન સાઇઝ 4.6 ઇંચ હશે. તો જ્યારે આ ફોન ટેબલેટ મોડમા હશે ત્યારે તેની સ્ક્રીન સાઇઝ 7.3 ઇંચ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement