(Source: ECI/ABP News/ABP Majha)
Video: જિયો ફોનનો પ્રથમ લુક આવ્યો સામે, જોતા જ રહી જશો
JioPhone નેક્સ્ટમાં સ્માર્ટફોનમાંથી અપેક્ષા રાખવાની હોય તેવી તમામ સુવિધાઓ હશે.
Reliance Jio : Jiophone Next દિવાળીથી બજારમાં ઉપલબ્ધ થશે. જિયો અને ગૂગલે શુક્રવારે આ જાણકારી આપી છે. Jiophone Next 6,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જો કે, આ કિંમત એવા ગ્રાહકો માટે હશે જેઓ હપ્તા વગર ફોન ખરીદે છે.
કેવો છે લૂક
આ દરમિયાન આજે જિયો ફોનનો પ્રથમ લુક સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોનને જિયો અને ગૂગલે મળીને બનાવ્યો છે. પ્રગતિ ઓએસ પર ચાલતો પ્રથમ સ્માર્ટફોન છે.
#WATCH | Reliance's JioPhone Next jointly designed by Jio & Google.
— ANI (@ANI) October 30, 2021
JioPhone Next is a first-of-its-kind smartphone featuring Pragati OS, an optimized version of Android made for the JioPhone Next. pic.twitter.com/A2mknOOtDN
Jioએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રાહકો JioPhone Next સ્માર્ટફોન પણ હપ્તામાં ખરીદી શકે છે. આ માટે ગ્રાહકોએ શરૂઆતમાં રૂ. 1,999 ચૂકવવા પડશે અને બાકીની રકમ 18 થી 24 મહિનાના હપ્તામાં આપી શકાશે. જેની ઈએમઆઈ 300 રૂપિયાથી શરૂ થઈને 600 રૂપિયા પ્રતિ માસ હશે. Jiophone Next રિલાયન્સ રિટેલના વ્યાપક નેટવર્ક પર સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.
પહેલીવાર હપ્તામાં ઓછી કિંમતનો ફોન
જિયો ગૂગલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, પ્રથમ વખત હપ્તા દ્વારા ઓછી કિંમતનો ફોન ખરીદવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ વિકલ્પ ફોનની ખરીદ કિંમતને પોસાય અને લગભગ સામાન્ય ફોનની કિંમત જેટલી બનાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોન Qualcomm ચિપસેટ પર તૈયાર કરવામાં આવ્યો છે અને તે દેશભરના તમામ Jiomart ડિજિટલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, મને ખુશી છે કે Google અને Jioની ટીમો ભારતીયો માટે તહેવારોની સિઝનમાં સમયસર આ ફોન લાવવામાં સફળ રહી છે. કોવિડ-19 રોગચાળાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનના પડકારો છતાં અમે આ ફોન લાવવામાં સફળ રહ્યા છીએ. તેમણે કહ્યું, “હું હંમેશા 135 કરોડ ભારતીયોના જીવનને સમૃદ્ધ, સક્ષમ અને સશક્ત બનાવવાની ડિજિટલ ક્રાંતિની શક્તિમાં ઊંડો વિશ્વાસ રાખું છું. અગાઉ અમે ઇન્ટરનેટ દ્વારા કર્યું હતું અને આ વખતે અમે સ્માર્ટફોન દ્વારા તે કરવા જઈ રહ્યા છીએ.
સસ્તો Jiophone નેક્સ્ટ
જિયોફોન નેક્સ્ટ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, જિયોફોન નેક્સ્ટ એ ભારત માટે ડિઝાઇન કરવામાં આવેલ એક સસ્તું સ્માર્ટફોન છે, જે એવી માન્યતાથી પ્રેરિત છે કે ભારતમાં દરેક વ્યક્તિએ ઈન્ટરનેટની તકોનો લાભ લેવો જોઈએ. આ બનાવવા માટે, અમારી ટીમોએ જટિલ એન્જિનિયરિંગ અને ડિઝાઇન પડકારોને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવું પડ્યું હતું, અને લાખો લોકો તેમના જીવન અને સમુદાયોને સુધારવા માટે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરશે તે જોવા માટે હું ઉત્સાહિત છું.
JioPhone નેક્સ્ટમાં સ્માર્ટફોનમાંથી અપેક્ષા રાખવાની હોય તેવી તમામ સુવિધાઓ હશે, જેમાં Google Play Store પર લાખો એપ્સની ઍક્સેસ અને નવી સુવિધાઓ, ઑપ્ટિમાઇઝેશન, સુરક્ષા અપડેટ્સ વગેરે માટે ઓવર-ધ-એર અપડેટ્સનો સમાવેશ થાય છે.
JioPhone બુક કેવી રીતે કરાવશો
- નજીકના Jio Mart ડિજિટલ રિટેલરની મુલાકાત લો અથવા www.jio.com/next પર જાઓ અથવા WhatsApp પર - 70182-70182 પર 'HI' મોકલો.
- કન્ફર્મેશન મળવા પર, તમારા નજીકના Jiomart રિટેલરની મુલાકાત લઈને તમારો સ્માર્ટફોન મેળવી લો.