Sony Xperiaનું લેટેસ્ટ મોડેલ આ તારીખે થશે લોન્ચ, સ્માર્ટફોનમાં હશે આ શાનદાર ફીચર્સ
રિપોર્ટ્સ અનુસાર, Xperia 1 IIIમાં પેરીસ્કોપ ઝૂમ લેન્સ હશે. તે Snapdragon 888 પ્રોસેસર સાથે આવી શકે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે સ્ક્રીન હોઈ શકે છે. તેની સાથએ 12GB રેમ અને 5G સપોર્ટ સાથે આવી શકે છે. રૂમર્સ એ પણ સૂચવે છે કે નવા મોડેલમાં 5.5 ઇંચની ડિસ્પ્લે હશે, જે આઇફોન મીની કરતા થોડી મોટી છે.
જાપાનની મલ્ટીનેશનલ કંપની સોની કોર્પોરેશન 14 એપ્રિલે પોતાના Xperia ફોનનું લેટેસ્ટ મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ધ વર્જ અનુસાર, સોની(Sony)એ જાહેરાત કરી છે કે આગામી એક્સપીરિયા ઇવેન્ટ 14 એપ્રિલના યોજાશે. આ સમાચાર એક્સપિરીયા યુટ્યુબ ચેનલના બેનર પરથી પ્રાપ્ત થયા છે, જે દર્શાવે છે કે ભારતીય સમય અનુસાર આ ઈવેન્ટ 14 એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યાથી શરૂ થશે.
જો કે, એ વાતની જાણકારી આપવામાં નથી આવી કે, સોની કયો મોડલ લોન્ચ કરવાનું છે. પરંતુ લીક થયેલી માહિતી અનુસાર, Xperia 1 III અને Xperia Compactને લોન્ચ કરવામાં આવી શકે છે. Xperia Compactને iPhone 12 Miniને ટક્કર આપવા માટે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે અને આ ફોન iPhone 12 Miniનો એક એન્ડ્રોઈડ બેઝ્ડ વિકલ્પ હોઈ શકે છે. જેમાં શાનદાર ક્વોલિટી કેમેરા આપવામાં આવી શકે છે.
ધ વર્જના અહેવાલ અનુસાર Xperia 5 અને Xperia 10ના નવા ફોર્મને નોટિસ કરવાની પણ ચર્ચા છે. રૂમર્સ અનુસાર Xperia 1 seriesના સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે.
Xperia 1 III માં આ ફીચર્સ હોઈ શકે છે
રિપોર્ટ્સ અનુસાર, Xperia 1 IIIમાં પેરીસ્કોપ ઝૂમ લેન્સ હશે. તે Snapdragon 888 પ્રોસેસર સાથે આવી શકે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે સ્ક્રીન હોઈ શકે છે. તેની સાથએ 12GB રેમ અને 5G સપોર્ટ સાથે આવી શકે છે. રૂમર્સ એ પણ સૂચવે છે કે નવા મોડેલમાં 5.5 ઇંચની ડિસ્પ્લે હશે, જે આઇફોન મીની કરતા થોડી મોટી છે.
iPhone 12 mini ને મળી શકે છે ટક્કર
Xperia સાથે iPhone 12 miniને ટક્કર મળી શકે છે. iPhone 12 mini 5.4 અને 6.1 ઈંચ સ્ક્રીન સાઈઝવાળા વેરિએન્ટ છે. તેમાં સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. એપ્પલે દાવો કર્યો છે કે,તે અત્યાર સુધીનો સૌથી વધુ ટિકાઉ અને સર્વશ્રેષ્ઠ સ્ક્રીન છે. iPhone 12માં ડ્યૂલ કેમેરા છે. IPhone 12માં સિરેમિક શીલ્ડ લગાવવામાં આવ્યું છે જે તેને વધુ મજબૂત બનાવે છે. તેમાં 12MP અલ્ટ્રા વાઈડ કેમેરા અને 12MP વાઈડ એંગલ લેન્સથી સજજ છે.
ભારતમાં iPhone 12 Miniના 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 69,990 રૂપિયા છે, જ્યારે તેના 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 74,900 રૂપિયા છે અને ટોપ-એન્ડ 256 જીબી સ્ટોરેજ ઓપ્શનની કિંમત 84,900 રૂપિયા છે.