શોધખોળ કરો
Advertisement
એપલને થયો 45.54 અબજ રૂપિયાનો દંડ, કંપનીએ આઇફોન વાપરનારાઓ સાથે શું કરી હતી છેતરપિંડી, જાણો શું છે મામલો
કંપનીને batterygate મામલામાં સમાધાન કરવા માટે 113 મિલિયન ડૉલર એટલે કે લગભગ 8.3 અબજ રૂપિયાનો દંડ ભરવો પડશે
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ પર એક મોટી મુશ્કેલી આવી પડી છે. ટેકનોલૉજીની દુનિયામાં પોતાની આગવુ નામ કમાવનારી એપલ કંપની ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. ખરેખર કંપનીને batterygate મામલામાં સમાધાન કરવા માટે 113 મિલિયન ડૉલર એટલે કે લગભગ 8.3 અબજ રૂપિયાનો દંડ ભરવો પડશે. કંપની પોતાના જુના આઇફોન યૂઝર્સને સ્લૉ કરવાનો દંડ ભોગવશે, આ દંડ ટૉટલ 45.54 અબજ રૂપિયા આપીને ભોગવશે. જાણો શું છે આખો મામલો
આ છે આખો મામલો
ખરેખરમાં ત્રણ વર્ષ પહેલા એપલે એવુ અપડેટ રિલીઝ કર્યુ હતુ કે જેના કારણે કંપનીના જુના ફોન ધીમા પડી ગયા હતા, અને આની જાણકારી કંપનીએ યૂઝર્સને પહેલાથી આપી દીધી હતી. એપલના આ અપડેટ બાદ જુના આઇફોન સ્લૉ થઇ ગયા. જ્યારે લોકોએ આની ફરિયાદ કરી તો કંપનીએ સ્પષ્ટતામાં કહ્યું કે ફોનમાં પ્રૉબ્લમ ના આવે અને બેટરીના કારણે ફોન બંધ ના થઇ જાય, એટલા માટે કંપનીએ આવુ કર્યુ છે. જોકે, લોકોએ કંપનીની આ સ્પષ્ટતા કોઇને ગમી નહીં, અને લોકોએ અંદાજો લગાવ્યો કે એપલ લોકોને નવો આઇફોન ખરીદવા માટે જુના આઇફોનને સ્લૉ કરી રહી છે.
કોર્ટે કહ્યું કંપની ગેરમાર્ગે ના દોરે
આ પછી અમેરિકાના લગભગ 34 રાજ્યોએ એપલ વિરુદ્ધ કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો, વળી એરિઝોનાના એટોર્ની જનરલ માર્ક બર્નોવિકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે મોટી કંપનીઓને યૂઝર્સને ગેરમાર્ગે ના દોરવા જોઇએ, અને પોતાની પ્રૉડક્ટ્સ પ્રેક્ટિસીસ વિશે તેને પહેલાથી જાણ કરવી જોઇએ. તેમને આગળ કહ્યું મોટી ટેકનોલૉજી કંપનીઓ જો પોતાના ગ્રાહકો સાથે સત્ય છુપાવે છે તો હું કંપનીઓને પોતાના કારનામાઓની જવાબદારી અપાવવા માટે પ્રતિબદ્ધ છું.
એપલે માની ભૂલ
વળી, અમેરિકન કોર્ટે એપલ તે તમામ અમેરિકન યૂઝ્સને 25 ડૉલર આપવાનો આદેશ કર્યો છે, જે આ અપડેટથી પ્રભાવિત થયા છે. આ અપડેટથી iPhone 6, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus અને iPhone SE પ્રભાવિત થયા છે. જોકે એપલે આમ છતાં પોતાની ભૂલ માનવા તૈયાર નથી. સાથે કંપનીએ એ પણ માન્યુ કે અપડેટના માધ્યમથી જુના આઇફોન સ્લૉ કરવામાં આવ્યા, પરંતુ સાથે એ પણ સ્પષ્ટતા કરી કે આ એટલા માટે કરવામાં આવ્યુ હતુ જેથી બેટરી સુરક્ષિત રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement