શોધખોળ કરો
Advertisement
ફોન માટે ખતરનાક છે આ Apps, કયો વાયરસ નીકળ્યો ને કઇ રીતે ફોનમાં કરે છે નુકશાન, જાણો વિગતે
એક રિપોર્ટ અનુસાર આ એપ્સમાં ફનવીનિયન્ટ સ્કેનર 2, સેફ્ટી એપલૉક, પુશ મેસેજ- ટેક્સટિંગ એન્ડ એસએમએસ, ઇમોજી વૉલપેપર, સેપરેટ ડૉક સ્કેનર અને ફિંગરટિપ ગેમબૉક્સ જેવી એપ્સ સામેલ છે
નવી દિલ્હીઃ સાયબર સિક્યૂરિટી એક્સપર્ટ્સે ગૂગલ પ્લે સ્ટૉરમાં અવેલેબલ એવી કેટલીય એપને શોધી કાઢી છે, જે જોકર મેલવેયરથી સંક્રમિત નીકળી છે. આ એપ્સને અત્યાર સુધી કુલ બે લાખથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર આ એપ્સમાં ફનવીનિયન્ટ સ્કેનર 2, સેફ્ટી એપલૉક, પુશ મેસેજ- ટેક્સટિંગ એન્ડ એસએમએસ, ઇમોજી વૉલપેપર, સેપરેટ ડૉક સ્કેનર અને ફિંગરટિપ ગેમબૉક્સ જેવી એપ્સ સામેલ છે.
પહેલા પણ કરવામાં આવી છે રિમૂવ...
રિપોર્ટનુ માનીએ તો આ એપ્સને ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી છે. જોકે, હજુ પણ જે સ્માર્ટફોન્સમાં આ એપ અવેલેબલ છે, તેમને તરતજ ડિલીટ કરી દેવાની સલાહ આપવામાં આવી છે, ખરેખર, જોકર માલવેયર ડિવાઇસમાં આવ્યા બાદ યૂઝર્સના પ્રીમિયમ સર્વિસ કંઇપણ જાણ્યા વિના સબસ્ક્રાઇબ કરી દે છે. આ પહેલા 2017થી ગૂગલે પ્લે સ્ટૉર પરથી આવી 1700 એપ્સ હટાવી છે, જે જોકર માલવેયરથીં સક્રમિત નીકળી હતી. જોકે આ એપ્સ બીજુ રૂપ લઇને પ્લે સ્ટૉર પર આવી જાય છે.
ફોનમાં હોય તો આ એપ કરી દો ડિલીટ....
હટાવવામાં આવેલી એપ્સમાંથી Safety AppLock નુ કામ કોઇપણ એપને પેટર્ન કે પાસવર્ડથી લૉક કરવાનુ હતુ. Push Message-Texting & SMS એક એસએમએસ અને મેસેજિંગ એપ હતી, જેમાં રિંગટૉનથી લઇને વાઇબ્રેશન પેટર્ન સુધી કસ્ટમાઇઝ કરી શકતી હતી. આ ઉપરાંત Emoji Wallpaper એપનો યૂઝ ફોનના બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે કરવામાં આવતો હતો. વળી Separate Doc Scanner પણ એક ડૉક્યૂમેન્ટ સ્કેનર એપ હતી. આ તમામ એપને પ્લે સ્ટૉરથી હટાવી દેવામાં આવી છે. જો તમારા ફોનમાં આ ખતરનાક એપ અવેલેબલ છે તે તેને તરતજ ડિલીટ કરી દો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement