શોધખોળ કરો

વર્ષ 2020 માં આ smartphone બ્રાન્ડનો ભારતીય બજારમાં રહ્યો દબદબો ? જાણો કોણ ટૉપ પર રહ્યું ?

વર્ષ 2020માં લાંબા લોકડાઉન છતા કરોડા સ્માર્ટફોનનું વેચાણ થયું છે. જેમાં અલગ-અલગ કંપનીઓએ બાજી મારી છે.

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે વર્ષ 2020 ખૂબ જ ઉતાર-ચડાવ વાળુ રહ્યું છે. મહામારીના કારણે દેશ અને દુનિયામાં મોટાભાગની ઈન્ડસ્ટ્રી ખૂબ જ પ્રભાવિત થઈ. આ દરમિયાન પણ સ્માર્ટફોન કંપનીઓએ નવા ફીચર્સ સાથે ઘણી પ્રોડક્ટ બજારમાં ઉતારી, જેને લોકોએ ખૂબ જ સારૂ પ્રતિસાદ આપ્યો છે. તમે જાણીને હેરાન થશો કે વર્ષ 2020માં લાંબા લોકડાઉન છતા કરોડા સ્માર્ટફોનનું વેચાણ થયું છે. જેમાં અલગ-અલગ કંપનીઓએ બાજી મારી છે. આજે તમને પાંચ બ્રાન્ડ વિશે જણાવી રહ્યા છીએ. જેણે ભારતીય બજારમાં આ વર્ષે ધૂમ મચાવી છે. Samsung એક વખત ફરી સેમસંગે ભારતી લોકો પર સૌથી વધારે અસર છોડી છે. રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટની રિપોર્ટના અનુસાર દેશમાં સ્માર્ટફોન સેગમેન્ટમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સેમસંગે 5.3 કરોડ (53 મિલિયન) યૂનિટ વેચાણ સાથે નંબર વન બ્રાન્ડ રહી. સેમસંગે શાઓમીને પાછળ છોડી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સેમસંગ ભારતીય સ્માર્ટફોન બજારમાં બે વર્ષ બાદ 32 ટકા વાર્ષિક વધારા સાથે એક અગ્રણી બ્રાન્ડ બની છે. કંપનીના મજબૂત પ્રદર્શન અને પ્રભાવી સપ્લાઈ ચેનના કારણે આ ઉપલબ્ધિ મેળવી છે. સેમસંગનો બજારમાં 24 ટકા શેર રહ્યો. Xiaomi 2018 ના ત્રીજા ક્વાર્ટર બાદ પ્રથમ વખત ચીની સ્માર્ટફોન કંપની શાઓમી 4 ટકા ઘટાડા સાથે ભારતીય બજારમાં બીજા નંબર પર રહી છે. Covid-19 મહામારીના કારણે કંપનીની મેન્યૂફેક્ચરિંહ અને સપ્લાઈ ખૂબ જ પ્રભાવિત થઈ. પરંતુ Redmi 9 અને Note 9 સીરીઝના કારણે કંપનીએ મજબૂતીથી વાપસી કરી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે Xiaomi ટૂંક સમયમાં વાપસી કરી શકે છે. શાઓમીનો બજારમાં 23 ટકા શેર રહ્યો. Vivo ચીની કંપની વીવો 16 ટકા માર્કેટ શેર સાથે ભારતમાં ત્રીજા નંબર પર રહી છે. રિસર્ચ ફર્મની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ભારત અને ચીન સરહદ પર રહેલા તણાવના કારણે કંપનીનો બિઝનેસ પ્રભાવિત થયો છે. પરંતુ હવે તેમનો બિઝનેસ ધીમે ધીમે વધી રહ્યો છે. તહેવારોની સીઝનમાં રેકોર્ડ વેચાણ કર્યું. વીવોનું ઓફલાઈન બિઝનેસ પર વધારે ધ્યાન રહ્યું છે, પરંતુ કંપની પોતાની ઓનલાઈન હાજરી વધારી રહ્યું છે. Realme રિયલમી ભારતીય બજારમાં ભાગીદારી 15 ટકા છે. લોકડાઉનમાં મળેલી છૂટ બાદ બજારમાં છેલ્લા કેટલાક સમયથી કંપનીનો બિઝનેસ વધ્યો છે. ઓગસ્ટ મહિનામાં કંપનીના સ્માર્ટફોનની માંગ વધારે રહી. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી કંપનીએ લાખો યૂનિટનું વેચાણ કર્યું. Oppo 10 ટકાની બજાર ભાગીદારી સાથે ઓપ્પોની પાંચમી સૌથી મોટી બજાર ભાગીદારી છે. એક અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર ઓપ્પો ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી જેવા નવા ઉત્પાદ શ્રેણીમાં પ્રવેશ કરશે. તેને હાલમાં ચીનમાં પોતાની વ્યાપક IoT રણનીતિનો ખુલાસો કર્યો, જે મજુબ તે વ્યક્તિગત મનોરંજન, ઘરેલુ ઉપકરણો અને ફિટનેસ ઉપકરણો પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget