શોધખોળ કરો
Advertisement
યુટ્યૂબને ટક્કર આપવા TikTok લાવી રહ્યું છે વીડિયોમાં આ સુવિધા, જાણો શું છે તે.....
આના પર સૌથી પહેલા સોશ્યલ મીડિયા સલાહકાર મેટ નવર્સે ધ્યાન રાખ્યુ છે. તેને આ અપડેટ પર એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેના પર હજુ શરૂઆતી તબક્કામાં કામ ચાલી રહ્યું છે
નવી દિલ્હીઃ ભારતમાં બેન હોવા છતાં ટિકટૉકને આશા છે કે તે ફરીથી ભારતમાં વાપસી કરશે. આ બધાની વચ્ચે શોર્ટ વીડિયો આધારિત ચીની એપ ટિકટૉકમાં કથિત રીતે એક એવા ફિચર પર કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત આના યૂઝર્સ આવનારા સમયમાં ત્રણ મિનીટ સુધી પોતાનો વીડિયો બનાવી શકશે. ટિકટૉક આ સ્ટેપથી યુટ્યૂબને ટક્કર આપવા માગે છે. આને યુટ્યૂબથી આગળ વધવા માટે એક પ્રયાસ કહેવામાં આવી રહ્યો છે.
આના પર સૌથી પહેલા સોશ્યલ મીડિયા સલાહકાર મેટ નવર્સે ધ્યાન રાખ્યુ છે. તેને આ અપડેટ પર એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેના પર હજુ શરૂઆતી તબક્કામાં કામ ચાલી રહ્યું છે.
ટિકટૉક પર અત્યારે યૂઝર્સ એક મિનીટ સુધીનો વીડિયો બનાવી શકે છે. યુટ્યૂબ શોર્ટ્સ પણ એક શોર્ટ ફોર્મ વીડિયો સર્વિસ છે. જે અંતર્ગત યૂઝર યુટ્યૂબ પર 15 સેકન્ડનો કે તેનાથી ઓછા સમય સુધીનો વીડિયો બનાવી શકે છે.
ધ વર્ઝના રિપોર્ટ પ્રમાણે ટિકટૉકના ત્રણ મિનીટ લાંબા વીડિયોને તે સમયનુ યુટ્યૂબનુ એક નાની એડિશન માનવામાં આવી શકે છે. જ્યારે આ પ્લેટફોર્મ પર વીડિયોનો સમયગાળો દસ મિનીટથી પણ ઓછો હતો. આના પ્રતિદ્વંદ્વી ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ અપલૉડ કરવામાં આવનારા વીડિયોની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. આને 15 સેકન્ડથી સીધા 30 સેકન્ડ સુધીની કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement