શોધખોળ કરો

USB Type-C : હવે iPhoneએ પણ આપવું પડશે Type-C ચાર્જર, જાણો કેમ?

ગયા વર્ષે યુરોપિયન યુનિયને એપલને આદેશ આપ્યો હતો કે તે તેના ઉત્પાદનોમાં ટૂંક સમયમાં યુએસબી સી પ્રકારનો ચાર્જિંગ પોર્ટ લાવે. Appleએ MacBook અને iPadમાં Type-C ચાર્જિંગ પોર્ટ આપવાનું શરૂ કર્યું છે.

USB Type-C In iPhones: પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ Apple પણ ટૂંક સમયમાં તેના iPhoneમાં ટાઇપ સી ચાર્જિંગ પોર્ટ આપવા જઈ રહી છે. પરંતુ ખાસ વાત એ છે કે તમે એન્ડ્રોઈડમાં મળતા ટાઈપ-સી ચાર્જરથી Appleના આઈફોનને ચાર્જ કરી શકશો નહીં. હા, કંપની તેના ટાઇપ-સી પોર્ટ અને ચાર્જિંગને એક્સક્લુઝિવ રાખશે અને કસ્ટમ ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ઇન્ટરફેસ આપશે. એટલે કે, આ ચાર્જર એક ખાસ રીતે બનાવવામાં આવશે, જે ફક્ત એપલના iPhone જ ચાર્જ કરશે.

વાસ્તવમાં, ગયા વર્ષે યુરોપિયન યુનિયને એપલને આદેશ આપ્યો હતો કે તે તેના ઉત્પાદનોમાં ટૂંક સમયમાં યુએસબી સી પ્રકારનો ચાર્જિંગ પોર્ટ લાવે. Appleએ MacBook અને iPadમાં Type-C ચાર્જિંગ પોર્ટ આપવાનું શરૂ કર્યું છે. હવે કંપની ટૂંક સમયમાં તેને આઈફોનમાં પણ લાવવા જઈ રહી છે. Weiboમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, Apple iPhoneમાં એક અનોખો પ્રકાર C ચાર્જિંગ પોર્ટ લાવશે, જેમાં અલગ પ્રકારનું ઈન્ટિગ્રેટેડ સર્કિટ હશે. સરળ ભાષામાં એટલું જ સમજી લો કે અન્ય કોઈ ટાઇપ-સી ચાર્જર એપલના ફોનને ચાર્જ કરી શકશે નહીં કારણ કે તેના પોર્ટને કંપની દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવશે જે ફક્ત એપલના ચાર્જર સાથે કનેક્ટ થશે અને ચાર્જ કરશે. જો કે, જો કંપની આવું કરે છે તો યુરોપિયન યુનિયન તેમાં દખલ કરી શકે છે.

તમે વિચારી રહ્યા હોવ કે Weibo શું છે તો તે એક માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે જે ચીનમાં ખૂબ જ લોકપ્રિય છે.

આ કારણે EC દખલ કરશે

યુરોપિયન યુનિયન દ્વારા ટાઇપ-સી પોર્ટને સામાન્ય બનાવવાનું મુખ્ય કારણ ઇ-વેસ્ટ ઘટાડવાનું અને ટાઇપ-સીને કોમન ચાર્જર બનાવવાનું છે. આ સ્થિતિમાં જો આઇફોન તેના ટાઇપ-સી ચાર્જરને વિશિષ્ટ રાખે છે તો આઇફોન વપરાશકર્તાએ અલગ ચાર્જર ખરીદવું પડશે. જે ઇ-વેસ્ટમાં વધારો કરશે.

ભારતમાં પણ તમામ ગેજેટ્સ માટે ટાઈપ સી પોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને વર્ષ 2025 સુધીમાં તમને તમામ ગેજેટ્સમાં આ કોમન પોર્ટ જોવા મળશે.

એમઆધાર (mAadhaar) એપ લોન્ચ, હાલમાં માત્ર એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ, જાણો 5 ખાસ વાતો

ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સરકારે એમઆધાર એપ લોન્ચ કરી છે. mAadhaar મોબાઈલ એપ જે હાલમાં માત્ર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. આ એપને ડાઉનલોડ કર્યા અને રજિસ્ટર કર્યા બાદ તમારે તમારી સાથે પેપર-ફોર્મેટ અથવા કોઈ અન્ય રીતે આધાર કાર્ડ અથવા નંબર સાથે લઈને ચાલવાની જરૂરત નથી. આગળ વાંચો એપ સાથે જોડાયેલ પાંચ ખાસ વાતો.

આમ તો આ એપ યૂઝ કરવા માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો એ સૌથી પ્રથમ શરત છે. જો નંબર રજિસ્ટર્ડ નહીં હોય તો નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં જઈને રજિસ્ટર કરાવો. TOTPની સુવિધા પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. TOTP એટલે કે Time-based One-Time Password જનરેટ થશે. યૂઝર્સ પોતાના પ્રોફાઈલને અપડેટ પણ કરી શકશે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget