શોધખોળ કરો

Computer Tricks: જુનો પાસવર્ડ નાંખ્યા વિના સેટ કરો નવો પાસવર્ડ, કે પછી કરો વેબસાઇટ બ્લૉક, જાણો આ ટ્રિક્સ વિશે....

જો તમે કૉમ્પ્યુટરની કેટલીક ખાસ ટ્રિક્સ વિશે જાણવા માંગતા હોય તો અહીં અમે તમને તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ. જેમ કે જુનો પાસવર્ડ નાંખ્યા વિના નવો પાસવર્ડ સેટ કરવો, કે પછી કોઇ વેબસાઇટને બ્લૉક કરવી વગેરે વગેરે....

નવી દિલ્હીઃ આજકાલ લોકો કૉમ્પ્યુટરનો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે. મોટા ભાગના કામો લોકો કૉમ્પ્યુટરના મારફતે કરી રહ્યાં છે. પરંતુ કેટલાય લોકો એવા છે જેને કૉમ્પ્યુટરની ઉપયોગી ટ્રિક્સ વિશે નથી ખબર. જો તમે કૉમ્પ્યુટરની કેટલીક ખાસ ટ્રિક્સ વિશે જાણવા માંગતા હોય તો અહીં અમે તમને તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ. જેમ કે જુનો પાસવર્ડ નાંખ્યા વિના નવો પાસવર્ડ સેટ કરવો, કે પછી કોઇ વેબસાઇટને બ્લૉક કરવી વગેરે વગેરે.... જુનો પાસવર્ડ નાંખ્યા વિના સેટ કરો નવો પાસવર્ડ આ માટે સૌથી પહેલા તમારે તમારા કૉમ્પ્યુટરમાં Command Promptને ઓપન કરવુ પડશે. બાદમાં Command Prompt પર રાઇટ ક્લિક કરીને Run as administrator કરવુ પડશે. હવે ટાઇપ કરવાનુ છે net user, આ ટાઇપ કરતા જ તમારા કૉમ્પ્યુટરના જેટલા યૂઝર્સ છે તે શૉ થઇ જશે. net user બાદ જે પણ યૂઝર name છે, તેને ટાઇપ કરવાનુ છે.આ પછી સ્પેશનુ બટન દબાવવાનુ છે, અને હવે નવો પાસવર્ડ સેટ તમે સેટ કરી શકો છે. અહીં તમારે જુના પાસવર્ડની કોઇ જરૂર નહીં પડે. હવે enter દબાવવાનુ છે. આમ કરવાથી તમારી સ્ક્રીન પર દેખાશે the command completed successfully. આનો અર્થ છે તમારા કૉમ્પ્યુટર કે લેપટૉપનો પાસવર્ડ ચેન્જ થઇ ચૂક્યો છે, તે પણ કન્ટ્રૉલ પેનલમાં ગયા વિના. વેબસાઇટને કઇ રીતે કરી શકાય બ્લૉક જો તમે કોઇ વેબસાઇટને તમારા કૉમ્પ્યુટરમાં એક્સેસ ના થવા દેવા માંગતા હોય તો તેને બ્લૉક કરી શકો છો. આ માટે તમારે રન મૉડ ઓપન કરવાનુ છે કે પછી કીબોર્ડની મદદથી window +R નુ બટન દબાવવાનુ છે. રન મૉડ ઓપન થતા તમારે %windir%system32driversetc ટાઇપ કરવાનુ છે. આમ કરવાથી સીધા ફૉલ્ડરમાં આવી જશો. અહીં તમને hosts લખેલુ દેખાશે. રાઇટ ક્લિક કરશો તો open with લખેલુ આવશે, તેના પર ક્લિક કરશો તો Notepad લખેલુ દેખાશે. હવે આના પર ક્લિક કરો પછી ફાઇલ ઓપન થઇ જશે. હવે વેબસાઇટને બ્લૉક કરવા માટે એક લૉકલ આઇપી એડ઼્રેસ 127.0.0 ટાઇપ કરવાનુ છે. આ પછી ઉપર જે પણ આઇપી એડ્રેસનો છેલ્લો નંબર આવશે તેનાથી એક નંબર વધુ ટાઇપ કરવાનો છે. જેમ કે ઉપર 1 લખ્યો છે તો તમારે ટાઇપ કરવાનુ છે 127.0.0.2 હવે સ્પેસ આપીને વેબસાઇટનુ નામ છે તે નાંખી દેવાનુ છે. આ પછી આખુ આઇપી એડ્રેસ કૉપી કરીને ફરીથી પેસ્ટ કરવાનુ છે. આ પ્રૉસેસને ફોલો કરીને તમે કોઇપણ વેબસાઇટને તમારા કૉમ્પ્યુટર પર બ્લૉક કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Embed widget