શોધખોળ કરો
Advertisement
VLC Media playerમાં ખામી, કરોડો યૂઝર્સને થઈ શકે છે અસર
આ ખામી Windows, Linux અને Unix વર્ઝનમાં સામે આવી છે. Video LAN એ આ ખામીને સ્વીકારી છે.
નવી દિલ્હી: VLC Media Player દુનિયાભરમાં ખૂબજ પોપ્યૂલર છે. પરંતુ તેમાં એક મોટી ખામી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે કરોડો યૂઝર્સ પ્રભાવિત થઈ શકે છે અને તેઓને નુકશાન પણ થઈ શકે છે. જર્મનીના એક ફર્મ CERT-Bundના સિક્યોરિટી રિસર્ચર્સે કહ્યું કે વીએલસી મીડિયા પ્લેયરમાં એક ખામી શોધી કાઢી છે. જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ યૂઝર્સના ડિવાઇસને એક્સેસ કરી શકે છે.
આ સિક્યોરિટી ફર્મે કહ્યું કે VLCમાં આ મોટી ખામીના કારણે રિમોટ કોડ એક્ઝિક્યૂશન ઇનેબલ થઈ શકે છે જેનાથી ડેટા/ફાઇલ્સને હાઈજેક કરી શકાય છે. તેના દ્વારા ડિવાઈઝનું એક્સેસ લઈને હેકર્સ ખતરનાક સૉફ્ટેવેર પણ ઇન્જેક્ટ કરી શકે છે. જો કે અત્યાર સુધી એવું થયું નથી.
આ ખામી Windows, Linux અને Unix વર્ઝનમાં સામે આવી છે. Video LAN એ આ ખામીને સ્વીકારી છે અને કંપનીએ તેને સુધારવા પર કામ ચાલી રહ્યું છે. Video LAN વીએલસી મીડિયા પ્લેયરની પેરેન્ટ કંપની છે.
જો કે Video LAN એ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે VLC Media Playerનો આ બગ VLCને ક્રેશ કરી રહ્યો છે. તો પણ યૂઝર્સ હાલમાં VLC અને MKV ફાઈલ ચલાવવાનું ટાળે. કંપનીએ કહ્યું હાલમાં એવી કોઈ સમસ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement