WhatsAppએ પર 19 લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ, જાણો કારણ?
વોટ્સએપના પ્રવક્તાએ આ મામલે કહ્યું હતું કે 'IT નિયમો 2021 મુજબ, અમે મે 2022 માટે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે
ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ મે મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એપ દર મહિને નવા IT નિયમો હેઠળ રિપોર્ટ્સ જાહેર કરીને આ વિશે માહિતી આપે છે. મે મહિનાના અહેવાલમાં WhatsAppએ જણાવ્યું હતું કે તેણે તેમના પ્લેટફોર્મ પર 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્લેટફોર્મની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. નવા રિપોર્ટમાં 1 મે 2022 થી 31 મે 2022 સુધીનો ડેટા સામેલ છે.
WhatsAppએ શું કારણ આપ્યુ?
વોટ્સએપના પ્રવક્તાએ આ મામલે કહ્યું હતું કે 'IT નિયમો 2021 મુજબ, અમે મે 2022 માટે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝરની ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતોનો સમાવેશ થાય છે. આ સાથે જ વોટ્સએપે પોતે પણ પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે ઘણાં પગલાં લીધાં છે. ગયા મહિને એટલે કે મે મહિનામાં કંપનીએ 19 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કર્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે WhatsAppએ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હોય. કંપની દર મહિને યુઝર સેફ્ટી રિપોર્ટ બહાર પાડે છે, જેમાં પ્લેટફોર્મના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની વિગતો આપવામાં આવી છે.
શું તમે પણ આ કામ કરો છો?
વોટ્સએપે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જે યુઝર્સ કંપનીની પોલિસી અને ગાઈડલાઈન્સનું પાલન નથી કરતા તે તેના પ્લેટફોર્મ પર પ્રતિબંધિત છે. આ એપ એવા યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે જે ખોટી માહિતી, ફેક ન્યૂઝ અથવા અનવેરિફાઈડ મેસેજ ફોરવર્ડ કરે છે.
આવી વસ્તુઓને રોકવા માટે કંપની અન્ય ઘણા પગલાં પણ લઇ રહી છે. મેસેજિંગ પ્લેટફોર્મ એવા મેસેજને પણ ચિહ્નિત કરે છે જે ઘણી વખત ફોરવર્ડ કરવામાં આવ્યા હોય. હવે તમને એપ પર આવા મેસેજ સાથે મલ્ટીપલ ટાઈમ્સ ફોરવર્ડનું લેબલ મળશે.
આ સિવાય WhatsApp ટૂલ્સ અને રિસોર્સ દ્વારા પણ આવી વસ્તુઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ટૂંક સમયમાં વપરાશકર્તાઓને WhatsApp પર એક નવું ફીચર મળશે.આ સાથે તે પોતાના એકાઉન્ટ્સમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવાની વિનંતી કરી શકે છે. જો યુઝરના એકાઉન્ટ પર ભૂલથી પ્રતિબંધ લાગ્યો હશે તો તેનું એકાઉન્ટ ફરીથી શરૂ કરી દેવામાં આવશે.