શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
WhatsAppમાં આવ્યું કૉલ વેટિંગનું ફિચર, જાણો કઈ રીતે કરશે કામ
WhatsApp એન્ડ્રોઈડમાં કોલ વેટિંગનું નવુ ફિચર આપવામાં આવ્યું છે. ફિચર પ્રમાણે જ્યારે તમે ફોન પર વાત કરી રહ્યા હશો ત્યારે અન્ય વ્યક્તિનો કોલ આવશે તો તેમાં મોટાભાગના ફોન અને ઑપરેટર તમને જણાવી દેશે કે કોઈ તમને કોલ કરી રહ્યું છે અને કોલ વેટિંગમાં છે.
નવી દિલ્હી: ફેસબુકની માલિકીવાળી મેસેજિંગ એપ WhatsApp હવે નવું ફીચર આપાવ જઈ રહ્યું છે. આ ફિચરમાં કૉલ વેટિંગ ફિચર આપવામાં આવ્યું છે. આ સાથે વૉટ્સએપ વૉઈસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ સર્વિસ પ્રોવાઈડર બની ગયું છે. કંપનીએ હવે કૉલ હૉલ્ડિંગને છોડવાનો નિર્ણય લીધો છે.
એન્ડ્રોઈડપોલીસને શુક્રવારે જણાવ્યું કે નવા ફિચર પ્રમાણે જ્યારે તમે ફોન પર વાત કરી રહ્યા હશો ત્યારે અન્ય વ્યક્તિનો કોલ આવશે તો તેમાં મોટાભાગના ફોન અને ઑપરેટર તમને જણાવી દેશે કે કોઈ તમને કોલ કરી રહ્યું છે અને કોલ વેટિંગમાં છે. જો કે અમુક જ વીઓઆઈપી સર્વિસ તેને સપોર્ટ કરી રહ્યાં છે અને તેમાં WhatsApp અત્યાર સુધી નહોતું.
આ પહેલા જ્યારે તમારો ફોન પર વ્યસ્ત રહેતો હતો ત્યારે કોઈ તમને WhatsApp પર કોલ કરવાનો પ્રયાસ કરતું તો તેને રિંગ સંભળાતી હતી, પરંતુ કોઈ જવાબ મળતો નહોતો. છેવટે ફોન ઓટોમેટિક કટ થઈ જતો હતો. હવે નવા અપડેટમાં કૉલ વેટિંગ દરમિયાન ‘End & Accept'અને ‘Decline' નું ઑપ્શન આપવામાં આવ્યું છે.
અહેવાલ પ્રમાણે વૉટ્સએપ પર કોલ વેટિંગ વી 2.19.352 સ્ટેબલ (એપીકે મિરર) અને તેના ઉપરના વર્ઝનમાં ઉપલબ્ધ રહેશે. વૉટ્સએપ બિઝનેસ પર 2.19.128 (એપીકે મિરર ) માટે ઉપલબ્દ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion