શોધખોળ કરો
WhatsAppનું નવું અપડેટ: હવે તમારી મરજી વગર કોઈપણ તમને ગ્રુપમાં એડ કરી શકશે નહીં
વોટ્સએપના નવા ફિચર હેઠળ તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્સમાંથી કોણ તમને વૉટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે છે અને કોણ નહી.
નવી દિલ્હી: વોટ્સએપે પોતાના યૂઝર્સની પ્રાઈવસી માટે એક નવું અપડેટ આપ્યું છે. જેના હેઠળ વૉટ્સએપન યૂઝર્સની મરજી વગર તેને ગ્રુપમાં કોઈ એડ કરી શકશે નહીં. ફિચરની ખાસિયત એ છે કે તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્સમાંથી કોણ તમને વૉટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે છે અને કોણ નહી.
વોટ્સએપે નવા અપડેટ સાથે વૉટ્સએપ પર who can add me to a group માટે 'my contacts except'નું નવુ ઓપ્શન આપ્યું છે. આ ઓપ્શન 'no body'ના સ્થાને આપવામાં આવ્યું છે. આ ઓપ્શનની ખાસ વાત એ છે કે તેની મદદથી હવે તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં તે લોકોને સિલેક્ટ કરી શકશો જેના દ્વારા તમે ક્યારેય કોઇ વૉટ્સએપ ગ્રુપમાં એડ નથી થવા માગતા.
ભારતે તૈયાર કર્યુ આ ઘાતક હથિયાર, પાકિસ્તાનની સાથે-સાથે ચીન પણ ગભરાયુ, આવતીકાલે કરાશે ટેસ્ટ.......
આ ફીચર ઑન કરવા માટે તમારે વૉટ્સએપ સેટિંગ્સમાં જવાનું રહેશે. અહીં એકાઉન્ટ પર ટેપ કરીને પ્રાઇવસી સેક્શનમાં જાઓ અને ગ્રુપ્સ વાળા ઓપ્શનને ઓપન કરો. અહીં સૌથી છેલ્લે તમારે 'my contacts except for'ને સિલેક્ટ કરી તે બાદ જે કોન્ટેક્ટ દ્વારા તમે પોતાને કોઇ ગ્રુપમાં એડ ન કરવા માગતા હોય તેને સિલેક્ટ કરવું પડશે.
Mozilla Firefoxમાં આવ્યો વાયરસ, બ્રાઉઝર લોક કરી સ્ક્રીનને કરી રહ્યો છે ફ્રીઝ
જો કોઇ ગ્રુપ એડમિન કોઇને કોઇ ગ્રુપમાં એડ કરવા માગે છે તો પહેલા તેણે ઇનવાઇટ મોકલવું પડશે. તમે આ ઇનવાઇટને એક્સેપ્ટ કરીને ગ્રુપમાં એડ થઇ શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement