WhatsApp: હવે વોટ્સએપમાં મોકલી શકશો HD વીડિયો, જાણો શું છે પ્રોસેસ?
WhatsApp: વોટ્સએપ મારફતે વીડિયો મોકલવા પર તેની ક્વોલિટી બગડી જતી હતી
HD વીડિયો શેરિંગ ફીચર
કંપનીએ ગુરુવારે નવું એન્ડ્રોઇડ 2.23.17.74 WhatsApp અપડેટ રીલિઝ કર્યું છે. જો તમને હજી સુધી નવું ફીચર મળ્યું નથી, તો તમે એપ્લિકેશનને અપડેટ કરી શકો છો. નવા ફીચરમાં યુઝર્સને લોકો સાથે એચડી વીડિયો શેર કરતી HD વિકલ્પ મળશે. આ વિકલ્પની મદદથી HD (720p) અને SD (480p) રિઝોલ્યુશનને સ્વિચ કરી શકાય છે.
A new WhatsApp feature allows users to send higher-quality images, and soon, it will do the same thing for videos. https://t.co/tXyUgvNeRg
— The Verge (@verge) August 17, 2023
એચડી વિડિયો કેવી રીતે મોકલવો
-સૌ પ્રથમ તમારે તે ચેટ ઓપન કરવી પડશે જેને તમે HD વિડિયો મોકલવા માંગો છો.
-તે પછી એટેચમેન્ટ આઇકોન પર ટેપ કરો. પછી ગેલેરી વિકલ્પ પર ટેપ કરો.
-ત્યારપછી તમારે જે વીડિયો મોકલવો છે તેના પર તમારે ટેપ કરવાનું રહેશે ત્યાર પછી તમને પ્રીવ્યૂ ઓપ્શન દેખાશે.
-આ પછી સ્ક્રીન પર HD આઇકોન દેખાશે.
-આ પછી તમારે HD ક્વોલિટી વિડિયો સિલેક્ટ કરવાનો રહેશે.
-તે પછી સેન્ડ ઓપ્શન પર ટેપ કરો.
એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે
આ પહેલા WhatsApp દ્વારા HD ફોટો મોકલવાની સુવિધા આપવામાં આવતી હતી. જોકે HD વિડિયો શેરિંગ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. એટલે કે iOS યુઝર્સે આ માટે થોડી રાહ જોવી પડશે. આ સાથે વોટ્સએપે વીડિયોની સાથે મોકલેલા કેપ્શનને એડિટ કરવાની સુવિધા આપી છે.
વીડિયો મોકલવા માટે વધુ ડેટાનો ઉપયોગ થશે
જો કે, જો તમે HD વીડિયો મોકલો છો, તો તમારો ડેટા વધુ વપરાશે. ઉપરાંત, વીડિયો મોકલવામાં વધુ સમય લાગશે. તે જ ફોનમાં વીડિયો સ્ટોર કરવા માટે પણ વધુ જગ્યા લેશે. જો કે આ વિકલ્પ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતલબ કે જો તમે ઈચ્છો છો તો જ તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.