શોધખોળ કરો
Advertisement
WhatsAppમાં ચેટને શાનદાર બનાવવા આવી રહ્યું છે આ સ્પેશ્યલ ફિચર, જાણી લો તેના વિશે
એપના v2.20.199.5 બીટા વર્ઝનમાં આ ફિચરનુ ટેસ્ટિંગ પહેલા iOS બીટા વર્ઝનમાં જોવા મળ્યુ છે. હવે જલ્દી આ ફિચરને એન્ડ્રૉઇડ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે. ફિચરના ડેવલપિંગ સ્ટેજમાં હોવાના કારણે યૂઝર્સ આનો ઉપયોગ નહીં કરી શકે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર એક નવુ ફિચર આવવા જઇ રહ્યું છે, આ ફિચર એકદમ ખાસ છે, કેમકે આની મદદથી યૂઝર્સને અલગ અલગ ચેટમાં અલગ અલગ વૉલપેપર બદલવાનો મોકો મળશે. એપના v2.20.199.5 બીટા વર્ઝનમાં આ ફિચરનુ ટેસ્ટિંગ પહેલા iOS બીટા વર્ઝનમાં જોવા મળ્યુ છે. હવે જલ્દી આ ફિચરને એન્ડ્રૉઇડ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે. ફિચરના ડેવલપિંગ સ્ટેજમાં હોવાના કારણે યૂઝર્સ આનો ઉપયોગ નહીં કરી શકે.
વૉટ્સએપના આ ફિચરનુ જલ્દી બીટા વર્ઝન રૉલઆઉટ થઇ શકે છે, જોકે હજુ આને લઇને કોઇ તારીખની જાહેરાત નથી કરવામાં આવી. ફાઇનલ રૉલઆઉટ પહેલા આને બીટા ટેસ્ટર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે. વૉટ્સએપનું વૉલપેપર ફિચર સૌથી પહેલા WABetaInfo એ v2.20.199.5 વૉટ્સએપ વર્ઝનમાં ટ્રેક કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત એક તાજા રિપોર્ટનુ માનીએ તો એપમાં ફરીથી ચેટ એટેચમેન્ટમાં કેમેરા આઇકૉન આપવામાં આવી શકે છે, વૉટ્સએપે હાલમાં વર્ઝન નંબર 2.20.198.9 પરથી એક નવુ ગૂગલ બીટા પ્રૉગ્રામ સબમીટ કર્યુ છે. આમાં એપના એટેચમેન્ટમાં લૉકેશન આઇકૉનની પણ નવી ડિઝાઇન જોવામાં આવી છે. કેમેરા આઇકૉનને કંપનીએ રૂમ્સના શોર્ટકટની સાથે રિપ્લેસ કરી દીધુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement