WhatsApp પર Document શેર કરવું થશે સરળ, જલદી આવી રહ્યુ છે આ નવું ફિચર
WhatsApp જલ્દી જ પોતાની એપ પર આ પ્રકારનું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે
WhatsApp જલ્દી જ પોતાની એપ પર આ પ્રકારનું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેની હેઠળ ડોક્યુમેન્ટ શેર કરવા પર કેપ્શનનો વિકલ્પ આપવામાં આવશે. WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે WhatsAppએ ટેસ્ટફ્લાઇટ બીટા પ્રોગ્રામમાં અપડેટ સબમિટ કર્યું છે, જે વર્ઝન 22.20.0.75 માટે છે. એવું કહેવામાં આવ્યું છે કે WhatsApp 'ડોક્યુમેન્ટ કેપ્શન' ફીચર પર કામ કરી રહ્યું છે.
📝 WhatsApp beta for iOS 22.20.0.75: what's new?
— WABetaInfo (@WABetaInfo) September 24, 2022
WhatsApp is working on sharing documents with a caption, for a future update of the app!https://t.co/AU52CBpXKo
આ ફીચર દ્વારા હવે ડોક્યુમેન્ટ શેર કરવાનું સરળ બનશે. WBએ કહ્યું કે આ ફીચર આવ્યા બાદ જ્યારે પણ યુઝર્સ કોઈ ડોક્યુમેન્ટ શેર કરશે ત્યારે તેમને તેની સાથે કેપ્શન લખવાનો વિકલ્પ પણ મળશે.
WBએ આ નવી સુવિધા વિશે સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જો જોવામાં આવે તો સ્પષ્ટ છે કે તેમાં એક કેપ્શન બાર છે જ્યાં યુઝર્સ ડોક્યુમેન્ટ માટે કેપ્શન લખી શકે છે. જ્યારે, Android માટે WhatsApp બીટા પર સમાન સુવિધાની તુલનામાં ડોક્યુમેન્ટ્સ શેર કરતા પહેલા તેનું પ્રિવ્યૂ આપવામાં આવી શકે છે.
WB એ બ્લોગમાં લખ્યું હતું કે iOS માટે WhatsApp ના વર્તમાન વર્ઝન પર તે પહેલાથી જ આ શક્ય છે પરંતુ તેને હાઇલાઇટ કરવામાં આવી રહ્યું છે કારણ કે તમે Android માટે WhatsApp બીટા પર જે દસ્તાવેજ શેર કરી રહ્યાં છો તેનું પ્રિવ્યૂ જોવું શક્ય નથી.
આ આવનારા ફીચર દ્વારા ચેટમાં ડોક્યુમેન્ટ્સને શોધવાનું સરળ બનશે. ઝડપી સર્ચ કરવા માટે યુઝર્સે ફક્ત કેપ્શન ટાઈપ કરવું પડશે અને તેઓ સરળતાથી ડોક્યુમેન્ટ શોધી શકશે.આપને જણાવી દઈએ કે હાલમાં તેની લોન્ચ ડેટ વિશે કોઈ માહિતી નથી.