શોધખોળ કરો
Advertisement
આવો હશે Xiaomiનો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જુઓ ફોનનો શાનદાર VIDEO
નવી દિલ્હીઃ શાઓમીએ હાલમાં જ 48 મેગાપિક્સલનો રિયર કેમેરાવાળો નવો સ્માર્ટપોન શાઓમી રેડમી નોટ 7 લોન્ચ કર્યો છે. હવે કંપનીનો આગમી ફ્લગેશિપ પ્રોજેક્ટ એક ફોલ્ડેબલ સ્માર્ટપોન લોન્ચ કરવાનો છે, જે ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી પહેલા લોન્ચ થઈ શકે છે. ફોલ્ડેબલ સ્માર્ટફોન માત્ર શાઓમીનો જ નહીં પરંતુ સેમસંગ, એપલ સહિત અનેક બ્રાન્ડનો મેગા પ્રોજેક્ટ છે. પરંતુ એવું લાગે છે આ સ્માર્ટફોનને તૈયાર કરવામાં શાઓમી અન્ય કંપની કરતાં એક ડગલું આગળ નીકળી છે. શાઓમીના પ્રમુખ બિન લિનનો એક વીડિયો સામે આવ્યો. જેમાં તે ડબલ ફોલ્ડિંગ ફોનનો ઉપયોગ કરે છે.
આ વીડિયોને શાઓમીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ વાંગ જિયાંગએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વાંગે વીડિયો શેર કરતા લખ્યું હતું કે ' અમારા પ્રમુખ અને સહ સ્થાપક બિન લિન તરફથી શાઓમીના આ સ્માર્ટફોનનો વીડિયો શેર કરવા માટે ઉત્સાહિત છું. આ દુનિયાનો પ્રથમ ડબલ ફોલ્ડિંગ ફોન છે.
વીડિયોમાં બિન લિન જે ફોનનો ઉપયોગ કરતા દેખાઇ રહ્યાં છે તે ફેબલેટની સાઇઝનો છે. તેઓ અચાનક આ ફોનને બે બાજુથી ફોલ્ડ કરે છે અને આ સ્ટાન્ડર્ડ સ્માર્ટફોન જેવો દેખાય છે. આ ઉપરાંત ફોનના ઇન્ટરફેસને પણ એડજસ્ટ કરવામાં આવે છે.
Excited to share this video of a special Xiaomi smartphone from our President and Co-founder Bin Lin. It is the world’s first ever double folding phone — that’s pretty cool, isn’t it? #xiaomi #foldingphone #technology pic.twitter.com/iBj0n3vIbW
— Wang Xiang (@XiangW_) January 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion