તમારો મોબાઇલ નંબર કોઇએ બ્લૉક કર્યો છે કે નહીં કઇ રીતે જાણી શકશો ? આ રહી આસાન રીત........
બ્લૉક કરવામાં આવેલા નંબરની જાણ આ રીતે પણ કરી શકાય છે કે જે નંબર પર તમને શક છે, તો તમે તેના પર કૉલ કરો.
નવી દિલ્હીઃ જો તમારો ફોન નંબર કોઇ દોસ્ત કે પછી કોઇ ખાસ વ્યક્તિએ કોઇ કારણોસર બ્લૉક કરી દીધો છે, અને તમે તેનો કૉન્ટેક્ટ નથી કરી શકતા. તો તમે પરેશાન થઇ શકો છો. પરંતુ શું તમને ખબર છે. તમારો નંબર કોઇએ બ્લૉક કર્યો છે કે કેમ ? તે પણ આસાનીથી જાણી શકાય છે. આ માટે અમે તમને અહીં એક ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનો ફોલો કરીને તમે આ કામને આસાનીથી પાર પાડી શકો છો. જાણો શું છે ટ્રિક્સ.........
વારંવાર કરો કૉલ -
બ્લૉક કરવામાં આવેલા નંબરની જાણ આ રીતે પણ કરી શકાય છે કે જે નંબર પર તમને શક છે, તો તમે તેના પર કૉલ કરો. જો ફોન વારંવાર વ્યસ્ત આવે છે, તો આની પુરેપુરી સંભાવના છે કે તમારો નંબર બ્લૉક કરી દેવામા આવ્યો છે.
આ રીતે કરો ચેક -
જો તમારો કૉલ ડિસ્કનેક્ટ થઇ રહ્યો છે, તો કોઇ બીજા નંબરથી કૉલ કરીને જુઓ, બીજા નંબર પરથી લાંબી રિંગ જાય છે, અને કૉલ ઉઠી જાય છે, તો તમે શ્યૉર થઇ જાઓ કે તમારો નંબર બ્લૉક કરી દેવામાં આવ્યો છે.
સ્પષ્ટ થઇ જશે સ્થિતિ -
બીજા નંબર પરથી કૉલ કરવા પર કૉલ જઇ રહ્યો છે, અને પોતાના નંબર પરથી નહીં, તો એ સ્પષ્ટ થઇ જાય છે કે તમારો નંબર બ્લૉક કરી દેવામાં આવ્યો છે. તમે ઇચ્છો તો બીજા નંબર પરથી કૉલ કે મેસેજ કરીને તમારો નંબર અનબ્લૉક કરવાનુ કહી શકો છો. ઘણીવાર અજાણ્યામાં પણ નંબર બ્લૉક થઇ જાય છે.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી