શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હવે YouTube વીડિયોથી પણ ખરીદી શકાશે કોઇપણ વસ્તુ, યુટ્યૂબમાં આવ્યુ આ ખાસ ફિચર, જાણો કઇ રીતે કરે છે કામ
કંપનીએ આ ફિચરની ડિટેલ શેર કરી છે. કંપનીએ કહ્યું કે, Youtubeના આ નવા ફિચર્સથી વ્યૂઅર્સને વીડિયોમાં દેખાઇ રહેલી કોઇપણ વસ્તુ કે પ્રૉડક્ટ્સની જાણકારી મળશે અને તે આને આસાનીથી ખરીદી શકશે
નવી દિલ્હીઃ સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ Youtube પર હવે યૂઝર્સ ખરીદી પણ કરી શકશે. કંપની એક નવુ ફિચર લઇને આવી છે, હાલ આનુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સ વીડિયોથી શૉપિંગ કરી શકશે. અમેરિકામાં આ ફિચરનુ ટેસ્ટિંગ એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ પર લિમીટેડ યૂઝર્સ સાથે કરવામાં આવી રહ્યું છે.
કંપનીએ આ ફિચરની ડિટેલ શેર કરી છે. કંપનીએ કહ્યું કે, Youtubeના આ નવા ફિચર્સથી વ્યૂઅર્સને વીડિયોમાં દેખાઇ રહેલી કોઇપણ વસ્તુ કે પ્રૉડક્ટ્સની જાણકારી મળશે અને તે આને આસાનીથી ખરીદી શકશે.
મળશે પ્રૉડક્ટ્સની તમામ જાણકારી
Youtubeના આ નવા ફિચરથી વ્યૂઅર્સ શૉપિંગ બેગ આઇકૉન પર ક્લિક કરીને પસંદગીની પ્રૉડક્ટ્સનુ એક લિસ્ટ જોઇ શકશે, જે વીડિયોના બૉટમમાં દેખાશે. બેગ આઇકૉન પર ક્લિક કરતા વ્યૂઅર્સ પ્રૉડક્ટ્સ ખરીદવા માટે વધુ માહિતીની સાથે તમામ ડિટેલ હાંસલ કરી શકશે.
ક્રિએટર્સ વીડિયોમાં જોડી શકશે પ્રૉડક્ટ્સ
ગયા વર્ષે ઓક્ટોબરમાં જાણવા મળ્યુ હતુ કે Youtubeના ક્રિએટર્સને વીડિયોમાં દેખાયેલી પ્રૉડક્ટ્સને ટેગ કરવા અને ટ્રૈક કરવા માટે Youtube સૉફ્ટવેરનો યૂઝ કરવા માટે કહ્યું હતુ. એક રિપોર્ટનુ માનીએ તો ડેટા ગૂગલના શૉપિંગ ટૂલ અને એનાલિટિક્સ સાથે જોડયેલુ હશે. યુટ્યૂબ અનુસાર પ્લેટફોર્મ લિમીટેડ યૂઝર્સ અને વીડિયો ચેનલોની સાથે ફિચરનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આના ક્રિએટર્સની પાસે શૉ થઇ રહેલી પ્રૉડક્ટ્સ પર કન્ટ્રૉલ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion