શોધખોળ કરો
Advertisement
સિક્યૂરિટી ફિચર્સ સાથે લૉન્ચ થઇ Zoom 5.0, હવે વીડિયો કૉલિંગ પણ રહેશે સુરક્ષિત
Zoom એપને પૉપ્યુલર હોવાની સાથે સાતે વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો. આની સિક્યૂરિટી અને પ્રાઇવસીને લઇને સતત સવાલો ઉઠી રહ્યાં છે
નવી દિલ્હીઃ લૉકડાઉનમાં બહુ જ ઝડપથી પૉપ્યુલર થયેલી Zoom meeting appને કંપનીએ અપડેટ કરી દીધી છે. આ અપડેટની સાથે કંપનીએ એપને પુરેપુરી સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત કંપનીએ આ એપમાં બીજા કેટલાક સારા ફિચર્સ પણ એડ કર્યા છે.
Zoom એપને પૉપ્યુલર હોવાની સાથે સાતે વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો. આની સિક્યૂરિટી અને પ્રાઇવસીને લઇને સતત સવાલો ઉઠી રહ્યાં છે, એટલું જ નહીં ગૃહ મંત્રાલય તરફથી પણ આ એપને લઇને એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. આ બધા વિવાદો બાદ કંપનીએ ફરીથી સારા સિક્યૂરિટી ફિચરની સાથે આ એપનુ નવુ અપડેટ Zoom 5.0 લૉન્ચ કર્યુ છે.
કયા ફિચર્સ ઉમેરાયા
Zoomના નવા વર્ઝનમાં અપગ્રેડેડ ડેટા રાઉટિંગ કન્ટ્રૉલ, એનક્રિપ્શન અને હૉસ્ટ કન્ટ્રૉલ ફિચર્સને એડ કરવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું હતુ કે ડેટાને સિક્યૉર કરવા માટે એપમાં એનક્રિપ્શનના ફિચરને એડ કરવામાં આવશે. એપના યૂઝર ઇન્ટરફેસમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
Zoom App આ છે અપડેટ
એપમાં સિક્યૂરિટી ફિચરને એક્સેસ કરવા માટે એક સિક્યૂરિટી આઇકૉન આપવામાં આવ્યુ છે.
એપમાં પાસવર્ડ પ્રૉટેક્શન અને અનઓથોરાઇઝ્ડ એક્સેસની ઓળખ માટે કન્ટ્રૉલ આપવામાં આવ્યો છે.
અપડેટમાં AES 256-bit GCM એનક્રિપ્શન સ્ટાન્ડર્ડ છે.
એપમાં એક ડિફૉલ્ટ-ઓ વેટિંગ રૂમ એડ કરવામાં આવ્યુ છે.
કૉન્ટેક્ટ શેરિંગ માટે એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
ક્લાઉડ રેકોર્ડિંગ માટે પાસવર્ડ પ્રૉટેક્શન ફિચરને એડ કરવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement