(Source: ECI/ABP News/ABP Majha)
Android યુઝર્સ થઈ જાવ સાવધાન ! આગામી મહિનાથી આ સ્માર્ટફોન્સમાં કામ નહીં કરે Gmail અને Youtube
ગૂગલે (Google) કહ્યું છે કે સપ્ટેમ્બર પછી પણ, જો વપરાશકર્તાઓ આ ગૂગલ એપ્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેમણે ઓછામાં ઓછા એન્ડ્રોઇડ 3.0 હનીકોમ્બ પર અપડેટ કરવું પડશે.
જો તમે પણ એન્ડ્રોઇડ (Android) યુઝર છો તો તમારા માટે સારા સમાચાર નથી. હકીકતમાં, ટેક જાયન્ટ ગૂગલ (Google) હવે 2.3.7 અથવા તેના પહેલાન વર્ઝન પર ચાલતા ફોન પર સાઇન-ઇનને સપોર્ટ કરશે નહીં. ગૂગલે યૂઝર્સને મેઇલ મોકલીને આ અંગે માહિતી આપી છે. આ મેઇલ્સ પરથી જાણવા મળ્યું છે કે આગામી 27 સપ્ટેમ્બરથી આ સ્માર્ટફોનને સપોર્ટ કરવામાં આવશે નહીં. ચાલો તેના વિશે જાણીએ.
અપડેટ કરવું પડશે
ગૂગલે કહ્યું છે કે સપ્ટેમ્બર પછી પણ, જો વપરાશકર્તાઓ આ ગૂગલ (Google) એપ્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેમણે ઓછામાં ઓછા એન્ડ્રોઇડ (Android) 3.0 હનીકોમ્બ પર અપડેટ કરવું પડશે. આ ફોન પર એપ લેવલ સાઇન-ઇનને અસર કરશે, પરંતુ વપરાશકર્તાઓએ તેમના ફોનના બ્રાઉઝર દ્વારા જીમેલ, ગૂગલ (Google) સર્ચ, ગૂગલ (Google) ડ્રાઇવ, યુટ્યુબમાં સાઇન-ઇન કરી શકશે.
ઓછા વપરાશકર્તાઓને અસર થશે
રિપોર્ટ અનુસાર, ગૂગલ (Google) પોતાના યુઝર્સની સુરક્ષા માટે આ પગલાં લેવા જઈ રહ્યું છે. જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આનાથી પ્રભાવિત થનારા આવા યુઝર્સની સંખ્યા ઘણી ઓછી છે, કારણ કે બહુ ઓછા યુઝર્સ આવા જૂના એન્ડ્રોઇડ (Android) વર્ઝનનો ઉપયોગ કરે છે. ગૂગલ (Google) મુજબ, આગામી 27 સપ્ટેમ્બરથી, જો કોઈ વપરાશકર્તા એન્ડ્રોઇડ (Android) વર્ઝન 2.3.7 અને તેના પહેલાના નીચા વર્ઝન પર ચાલતા ફોન પર ગૂગલ (Google) એપમાં સાઇન ઇન કરે છે, તો સ્ક્રીન પર ' username અથવા password error’ ' બતાવશે.
Reset કર્યા પછી પણ કામ કરશે નહીં
ગૂગલ (Google) રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ યુઝર પોતાના ફોનમાં નવું ગૂગલ (Google) એકાઉન્ટ બનાવે અથવા ફેક્ટરી ફોન રીસેટ કરે તો પણ ફોનની સ્ક્રીન પર એરર લખવામાં આવશે. જો વપરાશકર્તાઓ નવો પાસવર્ડ બનાવે અને ફરીથી સાઇન ઇન કરે તો પણ તે કામ કરશે નહીં.