(Source: ECI/ABP News/ABP Majha)
Google Doodle: આજે ગૂગલે પાણીપુરી પર બનાવ્યું મજેદાર ડૂડલ, સાથે યૂઝર્સને આપી રહ્યું છે મજેદાર ટાસ્ક
પાણીપુરી વિશે માહિતી આપતા ગૂગલે તેને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ પાણીથી ભરેલું ક્રિસ્પી શેલ ગણાવ્યું છે, જેની અંદર બટાકા, ચણા, મસાલા, મરચાં ભરેલા છે
Google Doodle Pani Puri: ગોલગપ્પાનું (પાણીપુરીનું) નામ સાભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે, ખાસ કરીને મહિલાઓ પાણીપુરીનું ખુબ શોખીન હોય છે. પાણીપુરી એ ભારતનું એક એવુ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જે દરેક શહેર કે ગામમાં જુદા-જુદા નામો સાથે લોકોની જીભનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પાણીપુરીને પુચકા, ગુપચુપ, પાણી કે પતાશે, પાણીપુરી અને ફુચકા નામથી પણ ઓળખવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે, અમે ગોલગપ્પાનો (પાણીપુરીનો) ઉલ્લેખ શા માટે કરી રહ્યા છીએ. ખરેખરમાં, અમે પાણીપુરીનો ઉલ્લેખ નથી કરી રહ્યા, પરંતુ આજે ગૂગલે પોતાના સુપર ડુપલ ડૂડલમાં આનો પાણીપુરીનો ઉલ્લેખ કર્યો છે. આજે ગૂગલ પોતાના યૂઝર્સને ડૂડલ દ્વારા પાણીપુરી ગેમ રમવાની તક આપી રહ્યું છે.
પાણીપુરી શું છે ?
પાણીપુરી વિશે માહિતી આપતા ગૂગલે તેને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ પાણીથી ભરેલું ક્રિસ્પી શેલ ગણાવ્યું છે, જેની અંદર બટાકા, ચણા, મસાલા, મરચાં ભરેલા છે. આ સિવાય ગૂગલે પાણીપુરીના અલગ-અલગ ફ્લેવરનો પણ ઉલ્લેખ કર્યો છે.
પાણીપુરીનો વર્લ્ડ રેકોર્ડ કઇ રેસ્ટૉરન્ટના નામે છે ?
ગૂગલે ગોલગપ્પા એટલે કે પાણીપુરીના વર્લ્ડ રેકોર્ડ વિશે પણ માહિતી આપી છે. ગૂગલના જણાવ્યા અનુસાર વર્ષ 2015માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં સ્થિત એક રેસ્ટૉરન્ટને અલગ-અલગ ફ્લેવરવાળા ગોલગપ્પા પાણીનો વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યો છે. પાણીપુરી પીરસતી વખતે, ઈન્દોર સ્થિત રેસ્ટૉરન્ટે પોતાના સ્વાદવાળા પાણીના 51 ઓપ્શનો રાખ્યા હતા.
ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ કેવી રીતે રમવી
જો તમે પણ ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ રમવા માગો છો તો તેના માટે તમારે ટાઈમર સાથે ઝડપથી કામ કરવું પડશે. રમતમાં તમારે ગોલગપ્પા, પાણીપુરીવાળાને મદદ કરવી પડશે. ગોલગપ્પા વિવિધ ગ્રાહકોને તેમની રુચિને ધ્યાનમાં રાખીને પીરસવામાં આવે છે. ગોલગપ્પા સર્વ કરવા માટે સ્ક્રીન પર દેખાતા ફ્લેવર્ડ પાણીને નીચે આપેલા ઓપ્શનોમાંથી પસંદ કરવાનું રહેશે. જો આ મેચ સાચી હશે તો જ રમત લાંબો સમય ટકી શકશે.
હવે તમારા જ અવાજમાં થશે ટ્રાંસલેટ, ગૂગલ લાવ્યું ખાસ ટેક્નિક
ભાષા ટેકનોલોજી વિશે સારા સમાચાર છે. યુઝર્સ હવે તેમના અવાજમાં ટેક્સ્ટને અનુવાદિત કરી શકશે. ટેક્નોલોજી કંપની ગૂગલે હાલમાં જ તેના નવા ભાષા મોડલ AudioPaLMનું અનાવરણ કર્યું છે. ગૂગલના સંશોધકો દ્વારા વિકસિત આ પ્લેટફોર્મ યુઝર્સને નવી સુવિધા આપશે. આ ભાષા મોડેલ સાંભળવામાં બોલવામાં અને અનુવાદમાં સારી કામગીરી કરી શકે છે. techlusive.in સમાચાર અનુસાર, AudioPaLM એ એક મલ્ટિમોડલ આર્કિટેક્ચર છે જે હાલના બે મોડલ - PaLM-2 અને AudioLMના ફાયદાઓને જોડે છે.
આ મોડેલ કેવી રીતે કરે છે કામ
સમાચાર અનુસાર, PaLM-2 એક ટેક્સ્ટ-આધારિત ભાષા મોડેલ છે જે ટેક્સ્ટ-આધારિત વિશેષ ભાષાકીય જ્ઞાનને સમજવામાં કાર્યક્ષમ છે. ઑડિઓએલએમ સ્પીકરની ઓળખ અને ટોન જેવી માહિતી જાળવવામાં પારંગત છે. આ બે મોડલને સંયોજિત કરીને AudioPaLM PaLM-2ની ભાષાકીય ક્ષમતાઓ અને AudioLMની લેક્સિકલ માહિતી જાળવણીનો ઉપયોગ કરે છે જેથી ટેક્સ્ટ અને વાણી બંનેની ઊંડી સમજણ અને બાંધકામ સક્ષમ બને.
બહુવિધ ભાષાઓમાં અવાજ સ્થાનાંતરિત કરવાની ક્ષમતા
ભાષા મોડલ AudioPaLM બહુવિધ ભાષાઓ માટે શૂન્ય-શૉટ સ્પીચ-ટુ-ટેક્સ્ટ અનુવાદ પણ કરી શકે છે. ભાષણ સંયોજનો માટે પણ તે તાલીમ દરમિયાન જોયા ન હતા. આ ક્ષમતા વાસ્તવિક દુનિયાની એપ્લિકેશનો જેમ કે રીઅલ-ટાઇમ મલ્ટિલૈંગુઅલ કમ્યૂનિકેશન માટે ઉપયોગી થઈ શકે છે. AudioPaLM ઓછા બોલાતા સિગ્નલોના આધારે વિવિધ ભાષાઓમાં અવાજોને ટ્રાંસ્ક્રાઇબ કરી શકે છે અને તે વિવિધ ભાષાઓમાં વિવિધ અવાજોને કેપ્ચર અને પુનઃઉત્પાદિત કરી શકે છે. ગૂગલે તેની વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સ, ગૂગલ I/O 2023માં ગયા મહિને ગૂગલ સર્ચ માટે પર્સપેક્ટિવ્સ નામના નવા ફિલ્ટરની જાહેરાત કરી હતી. હવે લગભગ દોઢ મહિના પછી કંપનીએ વૈશ્વિક સ્તરે તમામ Google શોધ યુઝર્સ માટે નવું પરિપ્રેક્ષ્ય ફિલ્ટર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. ગૂગલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમ સુપર 4માં પહોંચશે. ત્યારબાદ રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ સુપર-4માં કુલ 6 મેચો રમાશે. આ પછી, બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને તેમની વચ્ચે ટાઇટલ મેચ રમાશે. આ રીતે એશિયા કપ 2023માં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial