શોધખોળ કરો

લૉન્ચ પહેલા ઓનલાઇન લીક થઇ ગઇ આ ધાંસૂ ફોનની કિંમત, 50MP કેમેરા સાથે બીજુ શું શું મળશે ? જાણો

એવી આશા છે કે કંપની Pixel 8 સ્માર્ટફોનને આ વર્ષના ઓક્ટોબરની શરૂઆતમાં લૉન્ચ કરશે. જો કિંમત વધારે હશે તો ફોન (Google Pixel 8) પણ કેટલાય અપગ્રેડ સાથે આવશે

Google New Launch: સ્માર્ટફોનની દુનિયામાંથી વધુ એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યા છે, રિપોર્ટ અનુસાર, ટેક દિગ્ગજ ગૂગલ બહુ જલદી પોતાનો નેક્સ્ટ જનરેશન સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે, અને આ ફોનની કિંમતથી લઇને સ્પેક્સ પણ લીક થઇ ચૂકી છે. ગૂગલના મૉસ્ટ અવેટેડ સ્માર્ટફોન Pixel 8ની કિંમત તેના લૉન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે. જો ટિપસ્ટર યોગેશ બ્રારનું માનીએ તો, Google Pixel 8 ની કિંમત 649 ડૉલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 53,422 રૂપિયા હોઈ શકે છે. અગાઉ કંપનીએ 128GB મૉડલ માટે Google Pixel 7ને 599 ડૉલર (આશરે 49,330 રૂપિયા)માં લૉન્ચ કર્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે કંપની નેક્સ્ટ જનરેશનના Pixel ફોનની કિંમતમાં વધારો કરશે.

ઓક્ટોબરની શરૂઆતમાં થઇ શકે છે લૉન્ચ - 
સમાચાર અનુસાર, એવી આશા છે કે કંપની Pixel 8 સ્માર્ટફોનને આ વર્ષના ઓક્ટોબરની શરૂઆતમાં લૉન્ચ કરશે. જો કિંમત વધારે હશે તો ફોન (Google Pixel 8) પણ કેટલાય અપગ્રેડ સાથે આવશે. જો આપણે ભારત વિશે વાત કરીએ તો કંપનીએ Pixel 7 59,999 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો, હવે જો લીક થયેલા સમાચાર પર વિશ્વાસ કરીએ તો ભારતમાં Pixel 8 ની કિંમત 60-70 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. જોકે આ અંગે ચોક્કસ કંઈ કહી શકાય એમ નથી.

લીક થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, Google Pixel 8 વધુ સારા કેમેરા અને ડિસ્પ્લે સ્પેક્સ સાથે આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફોન શાનદાર પ્રદર્શન સાથે એન્ટ્રી મારશે. લીક થયેલા સમાચારમાં Pixel 8 ના સ્પેસિફિકેશન વિશે પણ વાત કરવામાં આવી છે.

મળી શકે છે આ સ્પેશિફિકેશન્સ - 
ગૂગલના આ અપકમિંગ હેન્ડસેટમાં 6.17-ઇંચની FHD + OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz હોવાની અપેક્ષા છે. સાથે જ તે Google Tensor G3 SoCથી સજ્જ થઈ શકે છે. એવું કહેવાય છે કે આ સ્માર્ટફોન 8 GB રેમ અને 128/256 GB સ્ટોરેજ સાથે આવે છે. ફોનના પાછળના ભાગમાં 50MP (GN2) (OIS) + 12MP UW અને ફ્રન્ટમાં 11MP કેમેરા સેટઅપ હશે. Pixel 8 Android 14 આધારિત હશે. આ ઉપરાંત તેમાં 4,485mah બેટરી હશે, જે 24W વાયર અને 12W વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીથી સજ્જ હશે. ભારતના સંદર્ભમાં Pixel ફોનની વાત કરીએ તો, અહીં કંપનીને માર્કેટમાં જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
Embed widget